બાટલો, બંગડી, બિસ્કિટ સહિતના 209 સિમ્બોલ પર લડાશે ચૂંટણી જંગ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતીકોનો મહાસંગ્રામ, જાણો કઈ પાર્ટી માટે કયું નિશાન?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે નોંધાયેલા તમામ રાજકીય પક્ષો, તેમના પ્રતીકો તેમજ અપક્ષ ઉમેદવારો માટેના ફ્રી સિમ્બોલની વિગતવાર યાદી જાહેર કરી છે. જેમાં ચૂંટણી પંચે બાટલો, બંગડી અને બિસ્કિટ જેવા સામાન્ય જનજીવન સાથે જોડાયેલા 209 જેટલા ચૂંટણી પ્રતીકો બહાર પાડ્યા છે. જેમાં મુખ્ય રાજકીય પક્ષો પોતાના પરંપરાગત નિશાન સાથે મેદાને ઉતરશે, જ્યારે અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારો માટે આ વિવિધતાસભર સિમ્બોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. તમામ સિમ્બોલ જોવા માટે અહીં ક્લિક કરો Delist કરાયેલા પક્ષ પ્રતીકો જ બનશે જીત-હારનો ફેક્ટર
આ ચૂંટણીમાં પ્રતીકો માત્ર ઓળખ માટે નહીં પરંતુ પ્રચારની વ્યૂહરચનાનો કેન્દ્ર બનશે. 'ગેસ સિલિન્ડર' જેવા પ્રતીકો ધરાવતા ઉમેદવારો મોંઘવારી અને ગેસની અછત જેવા મુદ્દા ઉઠાવી શકે છે. કોમ્પ્યુટર અથવા લેપટોપ ધરાવતા ઉમેદવારો યુવાનોને ટાર્ગેટ કરશે, જ્યારે હાથગાડી, ટાયર જેવા પ્રતીકો મજૂર અને કામદાર વર્ગ સાથે સીધો કનેક્ટ બનાવી શકે છે. કયું પ્રતીક મતદારોના દિલમાં સૌથી વધુ જગ્યા બનાવશે?
ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મતદારો માટે પ્રતીક જ મુખ્ય ઓળખ બની રહે છે. તેથી પ્રતીકની પસંદગી અને તેનો પ્રચાર જ ચૂંટણીના પરિણામ પર સીધી અસર કરી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પ્રતીકોનું યુદ્ધ એટલુ જ મહત્વનું છે જેટલુ ઉમેદવારનું, હવે જોવાનું રહેશે કે કયું પ્રતીક મતદારોના દિલમાં સૌથી વધુ જગ્યા બનાવે છે. આગામી 26મી એપ્રિલે મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.
Read Original Article →