ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ:મનપામાં 1934, નગરપાલિકામાં 1164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા

Gujarat4/13/2026, 6:32:00 PM
ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ:મનપામાં 1934, નગરપાલિકામાં 1164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત એમ તમામ સ્તરે ઉમેદવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે સ્ક્રુટિની દરમિયાન મોટી સંખ્યામાં ફોર્મ રદ થતા હવે મર્યાદિત ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તાલુકા પંચાયતમાં સૌધી વધુ ફોર્મ રદ થયા ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે. અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 5,000થી વધુ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહાનગરપાલિકાઓમાં ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.
Read Original Article →