પંચાયત સેવાના 111 કર્મચારીઓની જિલ્લાફેર બદલી:તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ સહિતના કર્મચારીઓનો સમાવેશ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Gujarat5/22/2026, 1:07:37 PM
પંચાયત સેવાના 111 કર્મચારીઓની જિલ્લાફેર બદલી:તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ સહિતના કર્મચારીઓનો સમાવેશ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા બદલીઓનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 111 કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરવામાં આવી હોવાનું સચિવાલયથી જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે. તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક સહિતની કેડરના કર્મચારીઓની બદલી 22 મે 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશ મુજબ તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ગ્રામસેવક સહિતના વિવિધ કેડરના કર્મચારીઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગે અગાઉ જાહેર કરાયેલા ઠરાવો અને નિયમોને આધારે આ બદલી પ્રક્રિયા હાથ ધરી હોવાનું પણ જણાવાયું છે. આ જિલ્લાના કર્મચારીઓની બદલી કરવામાં આવી આ યાદીમાં ડાંગ, ખેડા, રાજકોટ, નવસારી, મહીસાગર, આણંદ, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ભરુચ, વડોદરા, તાપી, સુરત સહિતના જિલ્લાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓને ગાંધીનગર, વલસાડ, મોરબી, પંચમહાલ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર બદલાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા જિલ્લામાં હાજર થવાનું રહેશે. જે કર્મચારીઓ હાલમાં જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવી રહ્યા છે, તેમને રિલીવ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે, બદલાયેલા કર્મચારીઓને પોતાના મૂળ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી વિના ફરી પાછા મુકત કરી શકાશે નહીં. ઉપરાંત, નવી જગ્યાએ હાજર થયા બાદ તમામ સર્વિસ રેકોર્ડ અને વહીવટી વિગતો સંબંધિત જિલ્લા કચેરીએ મોકલવાની રહેશે. બદલી કરાયેલા કર્મચારીઓના નામની યાદી
Read Original Article →