નેતા અને અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ:સરકારી ખર્ચમાં કાપ અને ઈંધણ બચત માટે સરકારે આપ્યા 11 કડક આદેશ, જાણો શું છે નવા નિયમો

Gujarat5/19/2026, 6:35:00 PM
નેતા અને અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ:સરકારી ખર્ચમાં કાપ અને ઈંધણ બચત માટે સરકારે આપ્યા 11 કડક આદેશ, જાણો શું છે નવા નિયમો
રાજ્ય સરકાર દ્વારા ઇંધણ બચક અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્તવપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે 11 નિયમો જાહેર કર્યા પ્રવાસનું આયોજન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું. ક્ષેત્રીય અધિકારીઓ/કર્મચારીઓને મિટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો. વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું. અન્ય રાજ્ય/કેન્દ્રની બેઠકો અન્ય રાજ્યમાં કે કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાઉં અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. જો પ્રવાસ અનિવાર્ય બને, તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો. જિલ્લા બહારની મુસાફરી અધિકારી/કર્મચારીએ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી. જો મુસાફરી જરૂરી હોય, તો પ્રવાસ કરતા પહેલાં પોતાના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે. વધારાના સરકારી વાહનો જમા કરાવવા ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાનો (વધારાનો હવાલો) સંભાળતા હોય, તો તેમને મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક 'સરકારી વાહન પુલ' (Vehicle Pool)માં જમા કરાવવાના રહેશે. ઈલેક્ટ્રિક/હાઈબ્રિડ વાહનોને અગ્રતા જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અથવા હાઈબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. જાહેર પરિવહનનો ઉપયોગ પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો. કેન્ટીનમાં PNG કનેક્ટિવિટી તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે. સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSMEs અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા માટે ખરીદ નીતિઓ મજબૂત બનાવવી. જનજાગૃતિ અભિયાન વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું. સાદગીપૂર્ણ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો વિવિધ વિભાગો દ્વારા યોજાતા કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા તેમજ લોકાર્પણના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને બદલે વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવાનો આગ્રહ રાખવો. ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા પ્રયાસ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ વચ્ચે હવે સરકાર વિવિધ સ્તરે બચત માટે નવા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવશે. ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને ચર્ચા કરાશે મંત્રીએ જણાવ્યું હતું કે, અનેક ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને આ અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ જવા-આવવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે, જેને ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિ અસરકારક બની શકે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો રાજ્ય સરકાર દ્વારા માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે. મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વીઆઈપી કલ્ચર' ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી હતી. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ) દાયકાનું સૌથી મોટુ સંકટ, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડો: PM PM મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. ‘શક્ય હોય ત્યાં મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો’ ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →