37 ગુજરાત SFS અધિકારીઓને IFSમાં પ્રમોશન:વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાતના વન વિભાગના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે ગુજરાત કેડરના 37 સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ (SFS) અધિકારીઓને ભારતીય વન સેવા (IFS)માં પ્રમોશન આપવાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. પ્રમોશન પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી ગુજરાત કેડરમાં જ IFS અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 37 અધિકારીઓને IFSમાં સાેમલ કરાયા
કેન્દ્ર સરકાર દ્વારા 3 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, IFS (Appointment by Promotion) Regulations, 1966 હેઠળ સિલેક્ટ લિસ્ટ-2025માં સમાવિષ્ટ ગુજરાત કેડરના 37 અધિકારીઓને ભારતીય વન સેવામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રમોશન માટેની પસંદગી સમિતિની બેઠક 23 માર્ચ, 2026ના રોજ યોજાઈ હતી, જેમાં અધિકારીઓના નામોને મંજૂરી આપવામાં આવી હતી. નોટિફિકેશન અનુસાર, પ્રમોશન પામેલા અધિકારીઓને પ્રોબેશન પર રાખવામાં આવશે અને આગળના આદેશ સુધી તેમની નિયુક્તિ ગુજરાત કેડરમાં જ રહેશે. આ નિર્ણયથી રાજ્યના વન વિભાગમાં ઉચ્ચ સ્તરના વહીવટી માળખામાં ફેરફાર જોવા મળશે અને અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર IFS કેડરના અધિકારીઓની સંખ્યા વધશે. લાંબા સમયથી બાકી રહેલા પ્રમોશનના ઓર્ડર થતા અધિકારીઓમાં ખુશીનો માહોલ
ેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિલેક્ટ લિસ્ટ-2025 સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક વિશેષ અનુમતિ અરજી (SLP)ના અંતિમ ચુકાદાને આધીન રહેશે. તેમ છતાં, હાલ માટે તમામ 37 અધિકારીઓને IFS તરીકે પ્રમોશન આપવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી બાકી રહેલી પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ થતાં અધિકારીઓમાં ખુશીનો માહોલ છે. આ નિર્ણયથી રાજ્યમાં વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીમાં વધુ અનુભવી અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપવાનો માર્ગ મોકળો બનશે.
Read Original Article →