સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ નિરીક્ષકોની નિમણૂક, 10 એપ્રિલે ટ્રેનિંગ:અમદાવાદ, સુરત સહિતના જિલ્લાઓમાં ઉમેદવારી ફોર્મથી મતગણતરી સુધીની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને પારદર્શક બનાવવા માટે રાજ્યભરમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં ઉમેદવારી ફોર્મથી લઈ મતગણતરી સુધીની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ ગેરરીતિ અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર ખાસ નજર રાખવાની જવાબદારી
આયોગના આદેશ અનુસાર, નિયુક્ત કરાયેલા નિરીક્ષકોને પોતપોતાના નિર્ધારિત ક્ષેત્રોમાં મતદાન મથકોની વ્યવસ્થા, સુરક્ષા અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પર ખાસ નજર રાખવાની જવાબદારી સોંપાઈ છે. જો કોઈ અનિયમિતતા જણાય તો તેમણે તાત્કાલિક રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ કરવાનો રહેશે. આ કામગીરીને સુદ્રઢ બનાવવા માટે નિરીક્ષકોએ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ સાથે સતત સંકલનમાં રહીને કામ કરવાનું રહેશે. તાલીમમાં તમામ નિરીક્ષકોની હાજરી ફરજિયાત
ચૂંટણી નિરીક્ષકોની કાર્યક્ષમતા વધારવા માટે આગામી 10 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાશે. આ તાલીમમાં તમામ નિરીક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે, જ્યાં તેમને ચૂંટણી સંબંધિત નિયમો, ફરજો અને આયોગની માર્ગદર્શિકા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ વધુ નિષ્પક્ષ, પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન કરાવવાનો છે.
Read Original Article →