ઇંધણ બચત માટે શિક્ષણ વિભાગનો કડક આદેશ:ઓનલાઈન બેઠક ફરજિયાત, વિદેશ-અન્ય રાજ્યના પ્રવાસ પર બ્રેક; 11 સૂચનાઓ જાહેર

Gujarat5/28/2026, 8:06:38 AM
ઇંધણ બચત માટે શિક્ષણ વિભાગનો કડક આદેશ:ઓનલાઈન બેઠક ફરજિયાત, વિદેશ-અન્ય રાજ્યના પ્રવાસ પર બ્રેક; 11 સૂચનાઓ જાહેર
સંભવિત વૈશ્વિક પરિસ્થિતિઓ અને સરકારી સ્તરે ઇંધણ તથા નાણાકીય બચતના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર અન્વયે રાજ્યની તમામ વડી કચેરીઓ, યુનિવર્સિટીઓ, કોલેજો, સરકારી શાળાઓ, ગ્રાન્ટ-ઇન-એડ (અનુદાનિત) સંસ્થાઓ તેમજ જિલ્લા શિક્ષણ કચેરીઓ (DEO/DPO) માટે 11 કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા આદેશ મુજબ હવે શૈક્ષણિક તંત્રમાં શક્ય હોય ત્યાં સુધી તમામ બેઠકો અને કાર્યક્રમો ઓનલાઈન માધ્યમથી જ યોજવાના રહેશે અને અધિકારીઓના બિનજરૂરી પ્રવાસો પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી 11 મહત્વપૂર્ણ સૂચનાઓ શિક્ષણ વિભાગના આ કડક વલણ અને પરિપત્ર બાદ હવે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન કાર્યપદ્ધતિ અપનાવવાની સાથે જ નાણાકીય શિસ્ત અને ઇંધણ બચતનું ચુસ્ત પાલન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
Read Original Article →