ખડગેના “ગુજરાતીઓ અભણ” નિવેદનથી રાજકીય ગરમાવો:ભાજપના પ્રહાર, ગુજરાતમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ ઘેરાઈ

Gujarat4/5/2026, 5:55:49 PM
ખડગેના “ગુજરાતીઓ અભણ” નિવેદનથી રાજકીય ગરમાવો:ભાજપના પ્રહાર, ગુજરાતમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ ઘેરાઈ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલ “અભણ” જેવા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. આ નિવેદનને લઈને ગુજરાત ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપાના સહપ્રવક્તા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ગુજરાતીઓની બુદ્ધિ અને પરિશ્રમથી દેશને વૈશ્વિક ઓળખ મળી છે, ત્યારે આવા અપમાનજનક શબ્દો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ સતત ગુજરાત અને ગુજરાતીઓનો અપમાન કરતી આવી છે, જે જનતા ક્યારેય સ્વીકારશે નહીં. આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે- મુખ્યમંત્રી આ સમગ્ર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલું નિવેદન અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારની ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓની પવિત્ર ધરતીની ગૌરવને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળતા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ અસ્વસ્થ અનુભવે છે. ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો યોગ્ય જવાબ આપશે અને આવનારા સમયમાં કેરળ ની જનતા પણ કોંગ્રેસને નકારી દેશે.” આ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો- જગદીશ વિશ્વકર્મા આ મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “ખડગેનું નિવેદન માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ સમગ્ર રાજ્યના ગૌરવ પર હુમલો છે. ગુજરાતના લોકો મહેનતુ, ઉદ્યોગસાહસિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા વારંવાર થતા આવા નિવેદનો તેમની જનવિમુખતા દર્શાવે છે.” ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસને માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, કારણ કે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે. ભાજપ દ્વારા આ મુદ્દે કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે, જ્યારે રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે.
Read Original Article →