જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખોની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ:ચૂંટાયેલા સભ્યોને પોલીસ ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, અમિત ચાવડાએ કહ્યું- 'ભાજપના એજન્ટ બનવાનું કામ ન કરે'
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી રજૂઆત કરી છે કે રાજ્યમાં 23 મે અને 25 મેના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પર દબાણ ઉભું કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના સભ્યોને દબાવવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆત
પત્રમાં જણાવાયું છે કે વિવિધ જિલ્લાઓમાં પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ધમકાવવાના, ખોટા કેસોમાં ફસાવવાની ભીતિ ઉભી કરવાની તેમજ રાજકીય દબાણ લાવવાના પ્રયાસોની ફરિયાદો મળી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે આવનારી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. તંત્ર નિષ્પક્ષ રહીને ફરજ બજાવે તેવી માગ
અમિત ચાવડાએ માંગ કરી છે કે 23 અને 25 મેના રોજ યોજાનારી ચૂંટણી દરમિયાન પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષ રહે, કોઈપણ પ્રકારનું દબાણ ન કરે અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. સાથે જ પોલીસ અધિકારીઓ રાજકીય પક્ષના એજન્ટ તરીકે નહીં પરંતુ કાયદાકીય જવાબદારી મુજબ કામગીરી કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
Read Original Article →