દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં 'સર્વિસ કમિશનરેટ' કાર્યરત કરાશે:2030 સુધીમાં તમામ શહેરોને વાયર ફ્રી કરી દેવાશે, 500 કરોડના મિશનને કેબિનેટની મંજૂરી

Gujarat6/3/2026, 10:31:27 AM
દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં 'સર્વિસ કમિશનરેટ' કાર્યરત કરાશે:2030 સુધીમાં તમામ શહેરોને વાયર ફ્રી કરી દેવાશે, 500 કરોડના મિશનને કેબિનેટની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ગુજરાતના શહેરી વિકાસ અને સેવા ક્ષેત્રને નવી દિશા આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જ્યારે સેવા ક્ષેત્રના વિકાસ માટે દેશનું પ્રથમ ‘સર્વિસ કમિશનરેટ’ સ્થાપવાની મંજૂરી પણ આપી છે. કેબિનેટ બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 2030 સુધી તમામ શહેરી વિસ્તારો બનશે વાયર ફ્રી રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન અને સ્માર્ટ સિટી વિઝનને આગળ વધારતા ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. મિશનના પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ યોજના હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોમાં હાલના ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને તબક્કાવાર રીતે ભૂમિગત કેબલમાં ફેરવવામાં આવશે. કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન અને 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન નેટવર્કનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટથી ચોમાસા અને વાવાઝોડા દરમિયાન વાયર તૂટવા, શોર્ટ સર્કિટ અને વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમજ શહેરોની સુંદરતા અને સુરક્ષામાં વધારો થશે. દેશનું પ્રથમ ‘સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં કેબિનેટે સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં પ્રથમ વખત અલગ ‘સર્વિસ કમિશનરેટ’ ઉભું કરવાનો નિર્ણય લીધો છે. જેમ ઉદ્યોગો માટે કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે ટુરિઝમ, આઈટી સહિતના સેવા ક્ષેત્રોના વિકાસ, નીતિ ઘડતર અને રોકાણ આકર્ષવા માટે આ કમિશનરેટ કાર્ય કરશે. સરકારના જણાવ્યા મુજબ આ પગલાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને રાજ્યના જીડીપીમાં પણ વધારો થશે. નીતિ આયોગ બેઠક માટે રોડમેપ તૈયાર કરવા સૂચના જીતુ વાઘાણીએ જણાવ્યું કે આગામી નીતિ આયોગની બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરવા માટે મુખ્યમંત્રીએ તમામ વિભાગોને તૈયારી કરવા સૂચના આપી છે. PM સૂર્યઘર યોજનામાં ગુજરાતને રાષ્ટ્રીય સન્માન પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને દેશનું શ્રેષ્ઠ રાજ્ય પસંદ કરવામાં આવ્યું છે. 4 જૂને દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્યને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ માટે જૂનભર અભિયાન કૃષિ વિભાગના ‘સંકલ્પ મિશન’ અંતર્ગત 1થી 30 જૂન સુધી ‘ખેતી બચાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી વર્ષ દરમિયાન વધુ 5 લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાન અંગે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાંજે તમામ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરશે. ટેકાના ભાવે ખરીદી મુદ્દે કેન્દ્ર સાથે ચર્ચા ટેકાના ભાવે પાક ખરીદી માટે ખેડૂતોની ફરિયાદ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે નોંધણી કરાવનારા ખેડૂતોની સંખ્યા વધી છે અને રાજ્યને મળેલો ક્વોટા પણ વધ્યો છે. જોકે વધુ ક્વોટા મેળવવા માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા ચાલુ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેના ઓપરેશન અંગે ગૃહ વિભાગ આપશે માહિતી રાજ્યમાં બાંગ્લાદેશી નાગરિકો સામે ચલાવવામાં આવનારા ‘ઓપરેશન ડેલ્ટા’ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વાઘાણીએ કહ્યું કે આ મુદ્દે ગૃહ વિભાગ તરફથી વિગતવાર માહિતી આપવામાં આવશે.
Read Original Article →