સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની નવી સ્ટ્રેટેજી:50%થી વધુ નવા ચહેરા, ઝોન-વોર્ડ વાઈઝ મંથન તેજ; પાર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસીય બેઠકથી અંતિમ મહોર

Gujarat4/6/2026, 11:45:25 AM
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની નવી સ્ટ્રેટેજી:50%થી વધુ નવા ચહેરા, ઝોન-વોર્ડ વાઈઝ મંથન તેજ; પાર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસીય બેઠકથી અંતિમ મહોર
સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપે સ્પષ્ટ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. હાલમાં ઝોન વાઈઝ અને વોર્ડ વાઈઝ બેઠકઓ યોજાઈ રહી છે, જેમાં સંભવિત ઉમેદવારોના નામો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્ય માહિતી મુજબ, ભાજપ આ વખતે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. સાથે જ લગભગ 30 ટકા વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવશે, જ્યારે 20 ટકા સંપૂર્ણ નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજના છે. દરેક ઝોનમાંથી નક્કી થયેલા નામોને પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોના નામ પર મહોર મારાશે. કાલથી 3 દિવસીય પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક આવતી કાલથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થવાની છે, જે સતત ત્રણ દિવસ સુધી ચાલશે. આ બેઠકમાં તમામ બેઠકો પર ચર્ચા કરીને તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ભાજપની આ નવી સ્ટ્રેટેજી દ્વારા ચૂંટણીમાં નવી તાજગી અને જીતનો આત્મવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
Read Original Article →