પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક પૂર્ણ:જિલ્લા-તાલુકા હોદેદારોના નામો હવે આવતાં સપ્તાહથી જાહેર થશે, 22 પહેલા વરણી કરી દેવાશે

Gujarat5/14/2026, 4:21:09 PM
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક પૂર્ણ:જિલ્લા-તાલુકા હોદેદારોના નામો હવે આવતાં સપ્તાહથી જાહેર થશે, 22 પહેલા વરણી કરી દેવાશે
ગાંધીનગરમાં યોજાયેલી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે. બેઠક દરમિયાન રાજ્યભરના વિવિધ સંગઠનાત્મક હોદેદારો માટેની ચયન પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠનમાં મોટા પાયે નિમણૂકો જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુક્રવારે મોવડીમંડળની બેઠક યોજાઈ શકે મળતી માહિતી મુજબ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ હવે શુક્રવારે ફરીથી ભાજપના મુખ્ય મોવડીઓની બેઠક યોજાઈ શકે છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નેતૃત્વ ગોઠવણ અંગે અંતિમ મંજૂરી આપવામાં આવે તેવી ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતાં સપ્તાહથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોના નામો તબક્કાવાર જાહેર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવી ટીમો રચવા માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ચર્ચા હવે પૂર્ણતાની નજીક પહોંચી છે. 22 મે સુધીમાં તમામ પદાધિકારીઓ શપથગ્રહણ કરી લે તેવી તૈયારી ભાજપ સંગઠન દ્વારા 22 મે સુધીમાં તમામ નવા હોદ્દેદારો પદગ્રહણ કરી લે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સશક્ત બનાવવા આ પ્રક્રિયાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Read Original Article →