HTAT શિક્ષકો માટે મોટી તક:મદદનીશ કેળવણી નિરીક્ષકની 169 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર, 18થી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-3)ની ભરતી માટે Special Competitive Exam–2026ની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ HTAT તરીકે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો માટે આ ભરતી મોટી તક સમાન માનવામાં આવી રહી છે. કુલ 169 જગ્યાઓ માટે યોજાનારી આ પરીક્ષા MCQ આધારિત રહેશે. 18 મેથી ઓનલાઈન અરજી શરૂ થશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારો 18મે 2026થી 30 મે 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોને ગુજરાતી ભાષામાં 200 પ્રશ્નની પરીક્ષા આપવાની રહેશે. જેના માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાની સંભવિત તારીખ જૂન-જુલાઈ મહિનામાં રાખવામાં આવી હોવાનું જણાવાયું છે. ફી માળખા મુજબ SC/ST વર્ગના ઉમેદવારોને ₹400 સાથે GST ચૂકવવો પડશે, જ્યારે અન્ય ઉમેદવારો માટે ₹500 સાથે GST નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા અને વિગતવાર સૂચનાઓ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પદ પર પ્રમોશનની રાહ જોતા HTAT શિક્ષકોમાં આ જાહેરાત બાદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →