હાર્દિક પટેલ બન્યા ગૌણ વિધાન સમિતિના અધ્યક્ષ:સી.જે. ચાવડા અંદાજ સમિતિ અને પંકજ દેસાઈ જાહેર હિસાબ સમિતિના ચેરમેન બન્યા, વિધાનસભાની વિવિધ 14 સમિતિની જાહેરાત
ગુજરાત વિધાનસભાની વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે. વિધાનસભાની કામગીરીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે રચાયેલી આ સમિતિઓ માટે નાણાંકીય સમિતિઓની બિનહરીફ ચૂંટણી પૂર્ણ થતા નવા ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે પંકજ દેસાઈની નિમણૂક
મળતી માહિતી અનુસાર અંદાજ સમિતિના ચેરમેન તરીકે ડૉ. સી.જે. ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જાહેર સાહસોની સમિતિના ચેરમેન તરીકે રમણલાલ વોરાને જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા રચવામાં આવેલી વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યોનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો હાર્દિક પટેલ બન્યા ગૌણ વિધાનસભા સમિતિના ચેરમેન
આ ઉપરાંત પંચાયતી રાજ સમિતિની જવાબદારી ઉદય કાનગડને સોંપવામાં આવી છે. ગૌણ વિધાનસભા સમિતિના ચેરમેન તરીકે હાર્દિક પટેલની પસંદગી કરવામાં આવી છે. ખાતરી સમિતિના અધ્યક્ષ તરીકે અમિત શાહની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભાની આ વિવિધ સમિતિઓ સરકારના કામકાજ પર નજર રાખવા, નાણાંકીય વ્યવસ્થાની સમીક્ષા કરવા તેમજ વિવિધ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમિતિઓની રચના પૂર્ણ થતાં હવે વિધાનસભાની સંસ્થાગત કામગીરીને વધુ ગતિ મળશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
Read Original Article →