સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ:36 સેક્શન અધિકારીઓની બદલી, 81 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપતો GADનો આદેશ
સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલની સાથે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવામાં મોટાપાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર અને અન્ય 27 અધિકારીઓની બદલી સાથે 9 જગ્યાએ પ્રમોશન આધારિત નિમણૂક પણ કરવામાં આવી છે. આ આદેશોથી અનેક જિલ્લાઓના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો થયા છે. બદલી થયેલ અધિકારીઓની યાદી… બઢતી મેળવેલા અધિકારીઓની યાદી
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, સચિવાલય કેડરના 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)ને સેક્શન અધિકારી તરીકે બઢતી આપીને અલગ-અલગ વિભાગોમાં નવી નિમણૂકો આપવામાં આવી છે. વિકાસકાર્યોમાં ગતિ લાવવા લેવાયો મહત્વનો નિર્ણય
27 મે, 2026ના રોજ મોડીસાંજે જાહેર કરાયેલા આ સામૂહિક બદલી અને બઢતીના આદેશ હેઠળ સચિવાલયના અનેક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ બદલવામાં આવી છે. ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ નિર્ણય પાછળ સરકારના સરકારી વહીવટ અને વિકાસકાર્યોમાં વધુ ગતિ લાવવા તેમજ વિભાગીય કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બઢતી મેળવનારા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા વિભાગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.
Read Original Article →