'ભાજપ પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે':ગોપાલ ઇટાલિયાની ધરપકડનું ષડયંત્ર, AAPના ઈસુદાન અને મનોજ સોરઠિયાના નિવેદનો બાદ રાજકારણ ગરમાયું

Gujarat4/8/2026, 10:24:39 AM
'ભાજપ પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે':ગોપાલ ઇટાલિયાની ધરપકડનું ષડયંત્ર, AAPના ઈસુદાન અને મનોજ સોરઠિયાના નિવેદનો બાદ રાજકારણ ગરમાયું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ અલગ-અલગ નિવેદનોમાં ભાજપ અને રાજ્ય સરકાર સામે આક્ષેપો કર્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR કરીને દબાણ બનાવવાની કોશિશ થઈ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, સૂત્રો મુજબ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચાયું છે. તેઓએ કહ્યું કે, AAPને મળતી વધતી લોકપ્રિયતા અને સંભવિત જીતને કારણે ભાજપ અકળાઈ ગયું છે અને પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR કરીને દબાણ બનાવવાની કોશિશ થઈ રહી છે. ગઢવીએ ચેતવણી આપી કે, જો ગોપાલ ઇટાલિયાની ધરપકડ થશે તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવશે. તેમણે જનતાને અપીલ કરી કે, ચૂંટણીના દિવસે “ઝાડું” બટન દબાવીને જવાબ આપવો જોઈએ, જેથી “અત્યાચાર સામે જનતાનો અવાજ દબાવી ન શકાય” એવો સંદેશ જાય. રાજ્યમાં ભાજપ પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે બીજી તરફ AAPના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધો પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાના માતા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને બાદમાં ભાજપના IT સેલ દ્વારા AI જનરેટેડ ઓડિયો ફેલાવવામાં આવ્યો. રાજ્યમાં ભાજપ “પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે” અને AAPના ઉમેદવારોને દબાવવા માટે FIR અને ધરપકડનો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજકોટ, ગઢડા અને કામરેજ જેવા વિસ્તારોમાં AAP કાર્યકર્તાઓ સામે કાર્યવાહીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે જનતાને અપીલ કરી કે, આ ચૂંટણીમાં ભાજપના “અત્યાચાર અને ભ્રષ્ટાચાર”નો જવાબ મતદાન દ્વારા આપવો જોઈએ અને “સાવરણો ચલાવીને ભાજપને તેની હેસિયત બતાવવી જોઈએ.” આ તમામ નિવેદનો બાદ ગુજરાતની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે અને ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધુ વધવાની સંભાવના છે.
Read Original Article →