ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:11 થી 20 જૂન દરમિયાન યોજાશે, જુઓ પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC), ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ અનુત્તીર્ણ તેમજ પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા તા. 11 જૂન 2026થી 20 જૂન 2026 દરમિયાન યોજાશે. બોર્ડે જણાવ્યું છે કે પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તેની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના આચાર્યોને સમયસર કાર્યક્રમની નોંધ લેવા સૂચના આપવામાં આવી છે. આ પરીક્ષા દ્વારા નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓને ફરી તક મળશે, જેથી તેઓ પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવી શકશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે બોર્ડની વેબસાઇટ
www.gseb.org પર મુલાકાત લઈ શકે છે. પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ 15 મે સુધી ફોર્મ ભરી શકશે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 14 મે સુધીની મુદત નક્કી કરવામાં આવી છે. બોર્ડના નિયમો મુજબ વિદ્યાર્થીઓએ પરીક્ષાની નિયત ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. ફી ભર્યા બાદ જ ફોર્મ માન્ય ગણાશે.
Read Original Article →