પંચાયત સેવા વર્ગ-3ની ભરતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર:પશુધન નિરીક્ષકની 20મીએ, જુનિયર ફાર્માસિસ્ટની 24 જૂને, અધિક મદદનીશ ઇજનેરની 4 જુલાઈએ એકઝામ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળની વિવિધ ભરતી પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરના હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હવે જૂન અને જુલાઈ મહિનામાં યોજાશે. પશુધન નિરીક્ષકની પરીક્ષા 20 જૂને
મંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પશુધન નિરીક્ષકની પરીક્ષા 20 જૂનના રોજ લેવામાં આવશે. આ ભરતી હેઠળ અંદાજે 112 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જુનિયર ફાર્માસિસ્ટની 24 જૂને
તે ઉપરાંત જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ-3ની પરીક્ષા 24 જૂનના રોજ યોજાશે. આ સંવર્ગમાં કુલ 164 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભરતી માટેની જાહેરાત અને સૂચનાઓ મંડળની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 4 જુલાઈના અધિક મદદનીશ ઇજનેરની એકઝામ
જ્યારે અધિક મદદનીશ ઇજનેર (Additional Assistant Engineer) વર્ગ-3ની પરીક્ષા 4 જુલાઈના રોજ યોજાશે. આ ભરતીને લઈને પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ હેઠળ આવતી આ ભરતી પ્રક્રિયાને યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. પરીક્ષાના કાર્યક્રમ જાહેર થતા ઉમેદવારોમાં તૈયારીઓને લઈને ચહલપહલ વધી ગઈ છે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત સિલેબસ, કોલ લેટર અને અન્ય વિગતો માટે GPSSBની સત્તાવાર વેબસાઈટ પર નિયમિત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
Read Original Article →