AEIAT મુખ્ય પરીક્ષાની તારીખ બદલાઈ:હવે 13 જૂને પરીક્ષા યોજાશે, GPSC વર્ગ-1 અને 2ની એક્ઝામના લીધે ફેરફાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) વર્ગ-3 (પ્રાથમિક શાળાઓ) ભરતી-2026ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 7 જૂન, 2026ના રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા હવે 13 જૂન, 2026ના રોજ લેવામાં આવશે. GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષાના લીધે તારીખમાં ફેરફાર
રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેર કરેલા પરિપત્ર મુજબ, ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલી અરજીઓ તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા પણ 7 જૂનના રોજ યોજાનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને પરીક્ષાઓ એક જ દિવસે હોવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે તારીખ લંબાવવામાં આવી છે. હવે મુખ્ય પરીક્ષા 13 જૂન, શનિવારના રોજ યોજાશે
બોર્ડે જણાવ્યું કે, પ્રિલિમ પરીક્ષા બાદ મુખ્ય ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે મુખ્ય પરીક્ષા 13 જૂન, શનિવારના રોજ યોજાશે. ઉમેદવારોને નવી તારીખ નોંધી લેવા તેમજ પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
Read Original Article →