અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ પાળવા રાજ્યપાલનું સૂચન:કલેક્ટર-કમિશ્નરોને પત્ર, મહિને રિપોર્ટ મંગાવાશે: PMની અપીલ બાદ ગુજરાતમાં ‘ફ્યુઅલ સેવિંગ ડ્રાઇવ’ શરૂ

Gujarat5/15/2026, 2:59:52 PM
અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ પાળવા રાજ્યપાલનું સૂચન:કલેક્ટર-કમિશ્નરોને પત્ર, મહિને રિપોર્ટ મંગાવાશે: PMની અપીલ બાદ ગુજરાતમાં ‘ફ્યુઅલ સેવિંગ ડ્રાઇવ’ શરૂ
દેશમાં પેટ્રોલ-ડિઝલના વધતા વપરાશ અને વિદેશી આયાતના ભાર વચ્ચે હવે ગુજરાત સરકાર ઇંધણ બચત માટે એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને મહત્વપૂર્ણ પત્ર લખી રાજ્યભરમાં ગ્રીન અભિયાનને વેગ આપવા સૂચના આપી છે. પગપાળા, સાઇકલ અથવા જાહેર વાહનવ્યવહારથી કચેરીએ આવવા સૂચના રાજ્યપાલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વિદેશથી આયાત થતા પેટ્રોલ અને ડિઝલના કારણે દેશના અર્થતંત્ર પર વધતો બોજ ઘટાડવા માટે ઇંધણ વપરાશમાં કરકસર અનિવાર્ય બની છે. આ સંદર્ભમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખી રાજ્યપાલે જાતે પણ કેટલાક સંકલ્પો અપનાવ્યા હોવાનું જણાવ્યું છે. રાજ્યપાલે પોતાના પ્રવાસોમાં વિમાન અને હેલિકોપ્ટરની જગ્યાએ જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ વધારવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત લોકભવનના તમામ કર્મયોગીઓ અઠવાડિયામાં એક દિવસ પગપાળા, સાઇકલ અથવા જાહેર વાહનવ્યવહારથી કચેરીએ આવે તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે. તમામ કચેરીઓમાં ‘નો મોટર વ્હિકલ ડે’ની તૈયારી રાજ્યપાલે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને સાઇકલ, પગપાળા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. સાથે જ અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ ડે’ તરીકે નિષ્ઠાપૂર્વક પાળવાની પણ અપીલ કરવામાં આવી છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, કાર પૂલિંગનો ઉપયોગ, મિટિંગ માટે વિડિયો કોન્ફરન્સિંગ અને બિનજરૂરી પ્રવાસ ટાળવા જેવા ઉપાયો દ્વારા પણ મોટા પ્રમાણમાં ઇંધણ બચાવી શકાય છે. માસિક રિપોર્ટ પણ મંગાવાશે રાજ્યપાલે કલેક્ટર અને મનપાના કમિશ્નરોને પોતાના વિસ્તારમાં ઇંધણ બચત માટે લેવાયેલા પગલાં અને તેની અસર અંગે માસિક અહેવાલ મોકલવા પણ જણાવ્યું છે. સરકાર માને છે કે, આ અભિયાનથી યુવાઓમાં રાષ્ટ્રભાવના સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ મજબૂત બનશે.
Read Original Article →