ગિફ્ટ સિટીની શૂટ સ્પેસનું 100 કરોડથી વધુનું ફ્રોડ:અરવલ્લી કોંગ્રેસ પ્રમુખની ધરપકડ, પત્ની સાથે ઉત્પલ વિદેશ ભાગી છૂટ્યો, જમીનો સહિતની મિલકતો જપ્ત કરાશે

Gujarat5/22/2026, 6:35:23 PM
ગિફ્ટ સિટીની શૂટ સ્પેસનું 100 કરોડથી વધુનું ફ્રોડ:અરવલ્લી કોંગ્રેસ પ્રમુખની ધરપકડ, પત્ની સાથે ઉત્પલ વિદેશ ભાગી છૂટ્યો, જમીનો સહિતની મિલકતો જપ્ત કરાશે
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે ડભોડા પોલીસ મથકમાં આખરે કંપનીના સંચાલકો અને જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કંપની પાસે સર્વર કે ડેટા સ્ટોરેજની સુવિધા જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ મામલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં ઉત્પલ પટેલની મિલકતો પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ 100 કરોડ સુધી જવાની શક્યતા છે. હાલમાં 13 ફરિયાદી સામે આવ્યા છે. જેમની સાથે પાંચેક કરોડની રોકાણ નામે ઠગાઈ થઈ છે. ઉત્પલ સામે લૂક આઉટ નોટિસ પણ ઇસ્યૂ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પણ વાંચો: મેડિકલ સ્ટોર ચલાવનાર ઉત્પલ પટેલનું ગિફ્ટ સિટીના નામે કરોડોનું ફુલેકું ઉત્પલ અને તેની પત્ની ભૂમિ પટેલ સામે ગુનો દાખલ શૂટ સ્પેસ કંપનીના ડાયરેક્ટર ઉત્પલ પટેલ, ઉત્પલ પટેલની વાઈફ ભૂમિ પટેલ, અરુણ પટેલ, અરુણ રાય અને સચિન પટેલ અને ધ્રુવ ચૌધરીની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં છેતરપિંડીની કલમ 316, 5, 318, પછી ફોર્જરીની કલમ, એની સાથે સાથે જીપીએડી (GPAD) એક્ટ સેક્શન 3 અને બડ્સ (BUDS) એક્ટ સેક્શન 21 અને 23નો ગુનો દાખલ કર્યો છે. ઉદયપુરમાં રિસોર્ટ બનાવવા જમીન ખરીદી, બે ફ્લેટના પણ માલિક આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, ઉત્પલ પટેલ પરિવાર સહિત દુબઈમાં ભાગી ગયો છે. જેણે ઉદયપુરમાં રિસોર્ટ બનાવવા માટે આશરે ચાર વીઘા જમીન ખરીદી રાખી છે. આ ઉપરાંત તેની પાસે બે ફ્લેટ છે. એ સિવાય ગિફ્ટ સિટીમાં એક ઓફિસે તેમજ ઇન્ફોસિટીમાં પણ ઓફિસ છે. ઉપરાંત મોડાસામાં પણ મકાન તેમજ જમીન છે. જેને દુબઈથી પરત લઈ જવા માટે લુક આઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવનાર છે. ઉપરાંત તેના બેન્ક એકાઉન્ટસ પણ ફેસ કરી દેવામાં આવશે. આ પ્રકરણમાં નજીકના સમયમાં ત્રીજો આરોપી પણ હાથમાં આવી જશે. જોકે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ તેની પત્ની સિવાયના સંચાલકો કાગળ પરના કરોડપતિ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, શૂટ સ્પેસ કંપની એક પોન્ઝી સ્કીમ ચલાવતા હતા. એક ટીબી ડેટા પબ્લિકને 33,000 પ્લસ જીએસટી કુલ મળીને 38,940 રૂપિયામાં વેચતા હતા અને એક ટીબી ડેટા ઉપર આ લોકો સામેથી દર મહિને 1650 રેન્ટ આપતા હતા. તો આ મોટા મોટા 50 ટકા ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં પાછી આપવાની સ્કીમ લાવીને સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી છે. ‘કંપનીના નામે એક ગાડી ખરીદી અને એક લોન પર છે’ ‘પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, સી.એ.ને પણ પોલીસે બોલાવ્યા છે, સી.એ. પાસે કાગળ જોવાની કાર્યવાહી ચાલુ છે. આ અત્યાર સુધી કોઈ બેંક પાસે આ કંપની કોઈ લોન લીધી હોય એવા કોઈ પુરાવા આવ્યા નથી સામે. એની તપાસ ચાલુ છે. એક ગાડી લીધી અને ગાડી લોન ઉપર છે, એ સિવાય કંપનીએ કેટલી લોન લીધી તેની તપાસ ચાલુ છે.’ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 2ની ધરપકડ ‘આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ વીરચંદ પટેલ(રહે. બોલુન્દ્રા, ઉમેદપુર તાલુકો મોડાસા, જી. અરવલ્લી))ની ધરપકડ કરી છે. તેઓ એક ક્લાઉડ ઇઝી કંપનીના ડાયરેક્ટર હતા ઉત્પલ પટેલ સાથે સાથે અને એક સચિન અમૃત પટેલ(નવા નરોડા, અમદાવાદ) કરીને ઉત્પલ પટેલના ઝોનલ મેનેજર હતા. જે કંપનીમાં બેસીને સ્કીમો પબ્લિકને વેચતા હતા. આ બંનેની ધરપકડ થઈ છે.’ ‘આ બહુ પ્રાથમિક તબક્કાનું ઇન્વેસ્ટિગેશન છે. એવો અંદાજ લાગવી શકાય કે 5,000થી વધારે ઇન્વેસ્ટર હોય શકે. એક્ઝેટ આંકડો તો તપાસ કરી ઇન્વેસ્ટર સાથે વાત કરી અને પછી સી.એ. સાથે બેસીને કાઢવામાં આવશે.’ ‘અરુણ પટેલ પણ ઓક્ટોબર સુધી પાર્ટનર હતા’ ‘અરુણ પટેલ પણ ઓક્ટોબર સુધી પાર્ટનર હતા. ઓક્ટોબર પછી એ કંપની છોડી દીધી પણ ઓક્ટોબર સુધી કોઈ ટ્રાન્સફર એના એકાઉન્ટમાં થયું હતું, આરોપીના એકાઉન્ટથી, એના લીધે અરુણ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે. એની સાથે-સાથે એક બીજા આરોપી જે પહેલા ડાયરેક્ટર હતા, એને સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ દુબે નામનો વ્યક્તિ પણ એની કોઈ કંપનીમાં કોઈ કાગળ પર ડાયરેક્ટર તરીકે કોઈ રોલ નથી, દુબેના રોલની તપાસ કરવામાં આવશે.’ આ પણ વાંચો: લાખોના વળતરની લાલચે ઘણાએ લોન લઈ રૂપિયા રોક્યા, 5 રાજ્યના લોકોને કેવી રીતે ટ્રેપમાં ફસાવ્યા? રોકાણકારોના પૈસા અન્ય કંપની ટ્રાન્સફર કર્યા કંપનીએ રોકાણકારોને માસિક અને ચોક્કસ ભાડાની લાલચ આપી હતી અને આ માટે ખોટા દસ્તાવેજો તથા ઇનવોઇસ બનાવી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલી રકમને કંપનીએ પોતાના અન્ય વ્યવસાયો જેવા કે ક્લાઉડજી ટેકનોલોજી લિમિટેડ અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડમાં ટ્રાન્સફર કરી રોકાણકારોની મૂડી ઉચાપત કરી લીધી હતી. કોની કોની સામે ગુનો નોંધાયો? આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના ફાઉન્ડર અને ડાયરેક્ટર ઉત્પલભાઈ રામાભાઈ પટેલ, ડાયરેક્ટર અરૂણ રમેશચંદ્ર રાય, ક્લાઉડીજી ડિજિટલ પ્રા.લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર અરૂણભાઈ વીરચંદભાઈ પટેલ, શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના ઝોનલ મેનેજર સચિનભાઈ અમૃતભાઈ પટેલ, હેરી હોસ્પીટાલિટી એન્ડ લીઝર લિ. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર ભૂમિ ઉત્પલ પટેલ તથા શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના એડિશનલ ડાયરેક્ટર અને હેરી હોસ્પીટાલીટી એન્ડ લીઝર લિ.ના ડાયરેક્ટર ધ્રુવ જગદીશ ચૌધરીનો સમાવેશ થાય છે. 12 જેટલા રોકાણકારોના 4.90 કરોડની છેતરપિંડી આ મામલે ભાવેશપુરી મહેન્દ્રપુરી બાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કંપનીના સંચાલકો ઓફિસ બંધ કરીને નાસી ગયા છે. આ કૌભાંડમાં ફરિયાદી ઉપરાંત અન્ય 12 જેટલા રોકાણકારોના મળીને કુલ 4.90 કરોડથી વધુ રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. શું છે મામલો? 5 મે, 2026ના રોજ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતો. રોકાણકારો કંપનીની ઓફિસે ન્યાયની માંગ સાથે ઉમટી પડતા ગિફ્ટ સિટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે જાણ થતા ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ કંપનીના સંચાલકોની શોધખોળ હાથ ધરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઉત્પલ પટેલે શૂટ સ્પેસ ડિજિટલની ઓળખ ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે આપી. લોકોને લાલચ આપી કે ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીમાં તમે રૂપિયા રોકો અને તમને TB એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે. આ સ્ટોરેજ વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવશે. એટલે તમને દરમહિને ભાડા પેટે આવક થતી રહેશે. આ રોકાણ માટે ભાડા કરાર પણ કરવામાં આવતા હતા. સરળ ઉદહરણની રીતે સમજીએ તો એક કોમ્લેક્સમાં 100 દુકાનો હોય. તો ઇન્વેસ્ટર પાસેથી દુકાનના નામે રૂપિયા લેવાના અને જે તે દુકાન અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપી દેવાની. જે ભાડું મળે એમાં કંપની અને ઇન્વેસ્ટરને આવક થાય. આવી જ ફોર્મ્યૂલા ઉત્પલ પટેલે અપનાવી. શૂટ સ્પેસ ડિજિટલમાં રોકાણ ટેરાબાઇટ પર ચાલતું હતું. એટલે ઓછામાં ઓછું એક ટેરાબાઈટનું રોકાણ કોઈ વ્યક્તિ કરી શકે. જો એક ટેરાબાઈટના નામે GST સહિત 38,940 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો મહિનાના અંતે ભાડા પેટા 1650 રૂપિયાની આવક થતી. જેમ-જેમ રોકાણ વધે એમ-એમ ભાડાની આવક પણ વધતી જાય.
Read Original Article →