₹17 કરોડમાં વેચાયો ગિફ્ટ સિટીનો સૌથી મોંઘો લક્ઝરી એપાર્ટમેન્ટ:5 વર્ષમાં પ્રોપર્ટીના ભાવ બમણા થયા, ગુજરાતના રિયલ એસ્ટેટમાં સર્જાયો નવો રેકોર્ડ
દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર (IFSC) તરીકે વૈશ્વિક સ્તરે ડંકો વગાડનાર ગાંધીનગરની GIFT City (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) માં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી મોંઘો અને ઐતિહાસિક રહેણાંક સોદો નોંધાયો છે. શિવાલિક ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહેલા હાઈ-એન્ડ પ્રોજેક્ટ 'Présenté – The GIFT Riverfront Residency' માં એક અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટ રેકોર્ડબ્રેક ₹17 કરોડમાં વેચાયો છે. રિયલ એસ્ટેટના નિષ્ણાતોના મતે, આ મેગા ડીલ સાથે જ ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે 'અલ્ટ્રા-લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટ'નો ભવ્ય ઉદય થયો છે. ‘વર્કપ્લેસ’માંથી હવે પ્રીમિયમ ‘હોમ એડ્રેસ’ બની ગિફ્ટ સિટી
અત્યાર સુધી વૈશ્વિક સ્તરે માત્ર બિઝનેસ, બેન્કિંગ અને ફાઇનાન્સના હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી હવે હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNIs) અને ઉચ્ચ વ્યાપારીઓ માટે રહેવા માટેનું પણ મનપસંદ સરનામું બની રહી છે. રિયલ એસ્ટેટ બજારના સત્તાવાર આંકડાઓ અનુસાર: વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના દિગ્ગજોની પહેલી પસંદ
ગિફ્ટ સિટીમાં હાલમાં 500થી વધુ અગ્રણી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ ધમધમી રહી છે. જેમાં મલ્ટીનેશનલ બેંકો ઉપરાંત NSE IFSC, BSE IFSC અને India INX જેવા પ્રતિષ્ઠિત એક્સચેન્જોનો સમાવેશ થાય છે. આ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ઈકોસિસ્ટમના કારણે અહીં કાર્યરત ટોચની કંપનીઓના સીઇઓ (CEOs), સીએક્સઓ (CXOs), હેજ ફંડ મેનેજર્સ, ગ્લોબલ બેન્કર્સ અને વિદેશી રોકાણકારો હવે રોજગારની સાથે ગિફ્ટ સિટીના વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્થાયી થવાનું પસંદ કરી રહ્યા છે. શા માટે વધી રહી છે લક્ઝરી ઘરોની માંગ?
રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય અદ્યતન સુવિધાઓ, અવિરત પાવર-વોટર સપ્લાય, હાઈટેક ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ અને પ્રદૂષણમુક્ત વાતાવરણ અમીર વર્ગને આકર્ષી રહ્યું છે. ₹17 કરોડના આ રેકોર્ડબ્રેક સોદાએ બજારમાં એક સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગિફ્ટ સિટી હવે માત્ર ભારતનું ફાઇનાન્સિયલ કેપિટલ જ નહીં, પરંતુ દેશના આગામી પ્રીમિયમ અને લક્ઝરી રેસિડેન્શિયલ ડેસ્ટિનેશન (રહેણાંક કેન્દ્ર) તરીકે મજબૂતીથી ઉભરી આવ્યું છે.
Read Original Article →