યુવકનું અપહરણ કરી છરીની અણીએ 45 લાખની ખંડણીનો વીડિયો બનાવ્યો:ગાંધીનગરમાં મિત્રતામાં વિશ્વાસઘાત, ઘરે આવીને ધમકાવતા અંતે 4 સામે ગુનો નોંધાયો

Gujarat6/9/2026, 11:51:47 AM
યુવકનું અપહરણ કરી છરીની અણીએ 45 લાખની ખંડણીનો વીડિયો બનાવ્યો:ગાંધીનગરમાં મિત્રતામાં વિશ્વાસઘાત, ઘરે આવીને ધમકાવતા અંતે 4 સામે ગુનો નોંધાયો
ગાંધીનગરમાં રહેતા બેકાર યુવાનનું અન્ય મિત્રએ અપહરણ કરી મોરબી ખાતેના ફાર્મ હાઉસમાં ગોંધી રાખી છરીની અણીએ ખોટું લખાણ લખાવીને 45 લાખની ખંડણીનો વીડિયો બનાવી ધાક ધમકીઓ આપવાના મામલે સેક્ટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સરગાસણના પ્રમુખ જીવન બંગ્લોઝમાં કૃણાલ વિષ્ણુભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. જે પોતાના એક વર્ષના જુડવા બે બાળકોની સંભાળ માટે કોઈ કામધંધો કરતો નથી. કૃણાલે ફરિયાદમાં દાવો કર્યો છે કે,વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં તેણે મિત્રતા નાતે કિશન દલસાણીયા (રહે.ફ્લેટ નં. બી-503, ગોધાવી, તા. સાણંદ) ને માતાપિતા અને પત્નીની હાજરીમાં તબક્કાવાર રૂ.41.20 લાખ હાથ ઉછીના આપ્યા હતા. ચેક બાઉન્સ થયો ને મિત્રને ગોધાવી બોલાવ્યો માર્ચે 2026માં આ પૈસા પરત માંગતા કિશને બેંક ઓફ ઈન્ડિયાની ધ્રોલ શાખાનો એક કોરો ચેક આપ્યો હતો. પરંતુ 1 જૂનના રોજ કુણાલે આ ચેક પોતાની બેંકમાં ભર્યો ત્યારે તે બાઉન્સ થયો હતો. ત્યારબાદ 3 જૂનના રોજ રાત્રે કિશને કુણાલને ફોન કરીને પૈસા લેવા ગોધાવી બોલાવ્યો હતો. જેથી કૃણાલ ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને કિશનના ઘરે ગયો હતો. સ્વિફ્ટમાં કુણાલનું અપહરણ કરીને મોરબી લઈ ગયા જ્યાં ઘરની બહારથી જ કિશન અને તેનો મિત્ર પ્રદીપે પૈસા આપવાના બહાને સ્વિફ્ટ ગાડીમાં બેસાડીને કુણાલનું અપહરણ મોરબી લઈ ગયા હતા. જ્યાં સર્કિટ હાઉસ અને ત્યારબાદ એક ફાર્મ હાઉસ કૃણાલને ગોંધી રાખ્યો હતો. દરમિયાન કુણાલે પોતાની બહેનને લોકેશન મોકલી દેતા કિશન ઉશ્કેરાઈ ગયો હતો. છરીની અણીએ ધમકાવીને વીડિયો બનાવ્યો બાદમાં કિશને કુણાલને મારઝૂડ કરી છરીની અણીએ ધમકાવીને વીડિયો રેકોર્ડિંગ કરાવ્યું હતું કે, કુણાલે કિશન પાસેથી 45 લાખ રૂપિયા લીધા છે અને 41.20 લાખ રૂપિયાની લેણી રકમની વાત ખોટી છે. એ પછી કિશન પોતે આપેલો ચેક પરત લેવા માટે ત્રણ સાથીદારો સાથે કારમાં કૃણાલને લઈને ગાંધીનગર આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવીને પહેલાં ફરિયાદનું ટાળ્યું એ વખતે તકનો લાભ લઇ સરગાસણ પાસે કુણાલ ગાડીમાંથી ભાગી છૂટી હડમીયતા વિસ્તારમાં છુપાઈ ગયો હતો અને પોતાના બનેવીને ફોન કરીને બોલાવી લીધા હતા. જોકે પોતાની સાથે ગંભીર ઘટના ઘટી હોવા છતાં એ દિવસે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી કૃણાલે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ઘરે આવીને ધમકાવતા અંતે ફરિયાદ નોંધાવી ત્યારે 6 જૂને ચાર અજાણ્યા શખ્સો કાળા રંગની સ્કોર્પિયોમાં ઘરે આવીને ધમકાવતા 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ લેવી પડી હોવાનો દાવો કરી કૃણાલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કિશન દલસાણીયા, પ્રદિપ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →