સ્માર્ટ ફ્લડ સેફ સિટી બનશે ગાંધીનગર:ચોમાસામાં જળબંબાકારની સમસ્યા માટે હાઈટેક વોટર લેવલ સેન્સર સિસ્ટમ લાગશે, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોના સતત મોનીટરીંગનું આયોજન

Gujarat4/6/2026, 4:32:15 PM
સ્માર્ટ ફ્લડ સેફ સિટી બનશે ગાંધીનગર:ચોમાસામાં જળબંબાકારની સમસ્યા માટે હાઈટેક વોટર લેવલ સેન્સર સિસ્ટમ લાગશે, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોના સતત મોનીટરીંગનું આયોજન
પાટનગર ગાંધીનગર હવે માત્ર હરિયાળા શહેર તરીકે જ નહીં પણ પૂર નિયંત્રણ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ માટે પણ હાઈટેક બની રહ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર પૂર નિયંત્રણ માટે અત્યંત આધુનિક વોટર લેવલ સેન્સર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ હાઈટેક સિસ્ટમની ખાસિયત એ છે કે, હવે શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થશે તેની સેકન્ડોમાં જ જાણ કંટ્રોલ રૂમને થઈ જશે. આ ટેકનોલોજીને કારણે તંત્ર હવે નાગરિકોની ફરિયાદની રાહ જોયા વગર જ એક્શન મોડમાં આવી શકશે. જળબંબાકારની સ્થિતિમાં વાહનવ્યવહાર ખોરવાઈ જતો અને સામાનને નુકશાન થતું ગાંધીનગરના વિવિધ સેક્ટરો અને ખાસ કરીને અંડરપાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. અત્યાર સુધીની પદ્ધતિ મુજબ જ્યારે કોઈ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યારે નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવતી હતી અથવા તો તંત્રના કર્મચારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે પરિસ્થિતિનો અંદાજ આવતો હતો. આ પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થઈ જતો હતો. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જતો અને લોકોના માલ-સામાનને નુકસાન થતું હતું. જંક્શનો અને રેલવે અંડરપાસમાં અત્યાધુનિક વોટર સેન્સર્સ ફીટ કરાશે જોકે, હવે આ નવી ડિજિટલ સિસ્ટમથી આખી પ્રક્રિયા રિયલ-ટાઈમ મોનિટરિંગ પર આધારિત બની જવાની છે. કેમકે આ સમસ્યાના નિરાકરણ માટે હાઈટેક વોટર લેવલ સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય જંક્શનો અને રેલવે અંડરપાસમાં અત્યાધુનિક વોટર સેન્સર્સ ફીટ કરવામાં આવશે. આ સેન્સર્સ સીધા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી દ્વારા સેન્ટ્રલ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલા રહેશે. જેવું કોઈ વિસ્તારમાં વરસાદી પાણીનું સ્તર નિર્ધારિત જોખમી સપાટીએ પહોંચશે કે તરત જ કંટ્રોલ રૂમમાં એલર્ટ ગુંજશે અને ડિજિટલ સ્ક્રીન પર લાઈવ લોકેશનની સાથે પાણીની ચોક્કસ ઊંડાઈ પણ જોવા મળશે. પાણીનું સ્તર ભયજનક બનશે તો ડિજિટલ સાઈન બોર્ડ પર ચેતવણી પ્રદર્શિત થશે આનાથી ફાયદો એ થશે કે તંત્ર જેતે વિસ્તારમાં તાત્કાલિક પંપિંગ મશીનો મોકલી શકશે અને સ્થિતિ વિકટ બને તે પહેલાં જ પાણી નિકાલની કામગીરી શરૂ કરી દેશે.ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વાહનો ફસાઈ જવાના કે ડૂબી જવાના કિસ્સાઓ બનતા હોય છે. આ નવી સિસ્ટમ હેઠળ જો અંડરપાસમાં પાણીનું સ્તર ભયજનક બનશે તો સિસ્ટમ દ્વારા આપોઆપ ત્યાં લાગેલા ડિજિટલ સાઈન બોર્ડ પર ચેતવણી પ્રદર્શિત થશે અથવા ટ્રાફિક સિગ્નલને લાલ કરી દેવામાં આવશે. આનાથી વાહનચાલકો પાણીમાં પ્રવેશતા અટકશે અને જાનમાલનું નુકસાન નિવારી શકાશે. ગાંધીનગર હવે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સજ્જ થશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ ઝીરો ડિઝાસ્ટર અને ક્વિક રિસ્પોન્સ છે. આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં શહેરના ડ્રેનેજ નેટવર્કને સુધારવા માટે પણ કરવામાં આવશે. કયા વિસ્તારમાં પાણીનો ભરાવો વારંવાર થાય છે, તેનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર થશે જેના આધારે કાયમી સિવિલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ શોધી શકાશે. આમ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના સમન્વયથી ગાંધીનગર હવે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સજ્જ થશે. આગામી ચોમાસું આ ટેકનોલોજીના રક્ષણ હેઠળ ગાંધીનગરવાસીઓ વધુ સુરક્ષિત રહેશે.
Read Original Article →