કરોડોના ખર્ચે બનેલું 24-કલાક પાણીનું નેટવર્ક પહેલા જ ભંગાણે હાંફ્યુ:અમદાવાદથી પાઈપનો ટુકડો મગાવી સમારકામ કરાયું, બે દિવસથી પાણીનો કકળાટ

Gujarat4/6/2026, 2:01:44 PM
કરોડોના ખર્ચે બનેલું 24-કલાક પાણીનું નેટવર્ક પહેલા જ ભંગાણે હાંફ્યુ:અમદાવાદથી પાઈપનો ટુકડો મગાવી સમારકામ કરાયું, બે દિવસથી પાણીનો કકળાટ
ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 325 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલી 24 કલાક પાણી પુરવઠાની યોજના પ્રથમ કોળિયે જ મક્ષિકા જેવી સાબિત થઈ રહી છે. સેક્ટર-5/13ની ચોકડી પાસે મેઈન લાઈનમાં સર્જાયેલા ભંગાણને પગલે રવિવાર બાદ આજે સોમવારે પણ નવા સેક્ટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. તંત્ર દ્વારા ગઈકાલથી જ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જે આજે સોમવાર સુધી ચાલી હતી. ત્યારે આજ સાંજથી પાણી પુરવઠો યથાવત થવાના દાવા વચ્ચે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે. 325 કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેક્ટરોમાં સમષ્યા ગાંધીનગરના સેક્ટર-5/13ની ચોકડી પાસે મેઈન લાઈનમાં સર્જાયેલા ભંગાણને પગલે રવિવાર બાદ આજે સોમવારે પણ નવા સેક્ટરોમાં પાણીની રામાયણ યથાવત રહી હતી. આ સમગ્ર ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અંદાજે 325 કરોડ જેવી જંગી રકમ ખર્ચ્યા હોવા છતાં નવા સેક્ટરોમાં નવી પાઈપલાઈનોને બદલે દાયકાઓ જૂની લાઈનો પર જ આખી યોજનાનો ભાર લાદી દેવામાં આવ્યો છે. મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને તકલીફ આ જૂની લાઈનો સતત પાણીના ફોર્સને સહન કરવા માટે સક્ષમ નથી. જેના કારણે વારંવાર ભંગાણની સમસ્યા સર્જાતી રહેશે તેવી ભીતિ નગરજનો સેવી રહ્યા છે. ત્યારે મેઇન ટ્રંક લાઇનમાં ભંગાણ સર્જાતા તેના સમારકામ માટે પાટનગર યોજના વિભાગની ટીમો ગઈકાલ રવિવારથી કામે લાગી હતી. 10 મીટર પાઈપનો ટુકડો અમદાવાદથી મંગાવવો પડ્યો આશ્ચર્યની વાત એ છે કે જૂની ડિઝાઈનની પાઈપ હોવાથી તેનો 10 મીટરનો ટુકડો છેક અમદાવાદથી મગાવવો પડ્યો હતો. જેના પગલે લાંબી જહેમત બાદ લાઈન રિપેર કરવામાં આવી છે અને આજ સોમવાર સાંજથી પાણી પુરવઠો રાબેતા મુજબ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે રવિવાર અને સોમવાર એમ બે દિવસના પાણીના કકળાટ બાદ હવે આવતીકાલે મંગળવારે પણ નળમાં પાણી આવશે કે કેમ તે ચિંતા નગરજનોને સતાવી રહી છે.
Read Original Article →