વિના વરસાદે રસ્તા પર તળાવ ભરાયું, VIDEO:સેક્ટર 5-13માં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

Gujarat4/5/2026, 6:15:23 AM
વિના વરસાદે રસ્તા પર તળાવ ભરાયું, VIDEO:સેક્ટર 5-13માં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
ગાંધીનગરના સ્માર્ટ સિટી હોવાના દાવાઓ પર આજે સેક્ટર 5-13ની ચોકડી પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં પડેલા ભંગાણે સવાલો ઉભા કર્યા છે.મુખ્ય રસ્તા પર પાઈપલાઈન તૂટવાના કારણે લાખો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું.આ ઘટનાને કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો સર્જાયા અને રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવું જોવા મળ્યું હતું.તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો પરિવારો સુધી પહોંચતું પાણી ગટરમાં વહી જતાં શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. પાઈપલાઈનમાં ભંગાણથી રસ્તા પર પાણી ભરાયા સવારના વ્યસ્ત સમયે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સેક્ટર 5-13ને જોડતા મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા હતા.રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ તંત્રની નજર સામે લાખો લિટર પાણીના વેડફાટની આ ઘટના સ્માર્ટ વહીવટી તંત્રની નિષ્ફળતા સાબિત કરી રહી છે. કલાકો સુધી રિપેરીંગ ન થતા પાણીનો વેડફાટ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર,પાઈપલાઈન જર્જરિત હોવા છતાં તેનું યોગ્ય સમયે સમારકામ કરવામાં આવતું નથી.જ્યારે આ ભંગાણ સર્જાયું ત્યારે પણ તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ એન્જિનિયર કે ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી નહોતી. પાણીનો વેડફાટ થવાની સાથેસાથે તાજેતરમાં જ બનેલા નવા રસ્તાઓને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે. સ્થાનિકોના મતે,લાઈનોના મેન્ટેનન્સમાં રાખવામાં આવતી બેદરકારીને કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે.કોઈ પણ પ્રકારના પૂર્વ આયોજન વગર કરવામાં આવતા ખોદકામ અથવા ભંગાર પાઈપલાઈનો પર વધતા દબાણને કારણે આવા ભંગાણ સર્જાય છે.
Read Original Article →