સિમકાર્ડ ભાડે લેવા આવેલા જોધપુરના બે ગઠિયા ઝડપાયા:25 હજાર કમિશનની લાલચ આપી'તી, જાગૃત નાગરિકે ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવીને બંનેને પકડીને પોલીસને સોંપ્યા
દેશભરમાં સાયબર અપરાધીઓ અવનવી મોડસ ઓપરેન્ડી દ્વારા નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં એક જાગૃત વ્યક્તિએ સાયબર માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મોટા આર્થિક સાયબર ગુનાઓ આચરવાના ઇરાદે 25 હજારમાં સિમ કાર્ડ ભાડે લેવા આવેલા રાજસ્થાન જોધપુરના બે ગઠિયાઓ ફિલ્મી ટ્રેપમાં ઝડપાઈ જતાં સાયબર પોલીસે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે . સિમ કાર્ડ વાપરવા માંગ્યુ અને 25 હજાર કમિશનની લાલચ આપી
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના એક રહીશને અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. ફોન કરનારે અત્યંત પ્રોફેશનલ રીતે વાતચીત શરૂ કરી એક વિચિત્ર ઓફર મૂકી હતી. ગઠિયાએ જણાવ્યું કે તેમને ટ્રાન્ઝેક્શન હેતુ માટે ચાલુ સિમ કાર્ડની જરૂર છે. જો નાગરિક પોતાનું સિમ કાર્ડ વાપરવા આપે તો તેને દર મહિને કોઈ પણ કામ કર્યા વગર રૂ. 25,000નું કમિશન ચૂકવવાની લાલચ આપવામાં આવી હતી. ટોળકીને ગાંધીનગર મળવા બોલાવી
પરંતુ જાગૃત નાગરિકને તુરંત અંદાજો આવી ગયેલો કે, આ સિમ કાર્ડનો ઉપયોગ ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ કે મોટા સાયબર ફ્રોડ માટે વપરાઈ શકે છે. આથી
ગઠિયાઓને વિશ્વાસમાં લેવા તેમણે સોદો મંજૂર હોવાનું જણાવી ડોક્યુમેન્ટ્સ અને સિમ કાર્ડની આપ-લે કરવા માટે ટોળકીને ગાંધીનગરના સેક્ટર-16માં એક બેંક પાસે મળવા બોલાવી હતી. આયોજન પૂર્વક મિત્રોને આસપાસ ગોઠવી દીધા
બીજી તરફ જાગૃત નાગરિકે પૂર્વ આયોજન મુજબ પોતાના મિત્રોને પણ આસપાસ ગોઠવી દીધી હતા. બાદમાં આ જોધપુરી જોડી પોતાની જાળ બિછાવવા અને સિમ કાર્ડ મેળવવા બેંક પાસે પહોંચી કે તરત જ નાગરિક અને તેના મિત્રોએ બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. પોલીસે બંને શખ્સને સ્થળ પર જ દબોચી લીધા
જેની જાણ સેકટર 21 પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બંને ઇસમને ઉઠાવી લીધા હતા. આ મામલો ગંભીર હોવાથી ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસને સોંપી દેવાયા હતા.પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ અત્યાર સુધીમાં રાજ્યના કેટલા યુવાનો કે નાગરિકો પાસેથી સિમ કાર્ડ ભાડે લીધા છે કે નહીં અને તેનો ઉપયોગ કયા પ્રકારના ગુનાહિત કૃત્યોમાં કરવામાં આવ્યો છે.
Read Original Article →