17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર પોક્સો કોર્ટનો પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ

Gujarat4/10/2026, 12:34:53 PM
17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર પોક્સો કોર્ટનો પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ
ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે અમદાવાદના આરોપી મનદીપ રસિકભાઈ વાઘેલાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 30 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત માનવીય અભિગમ અપનાવી કોર્ટે ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું આ કેસની વિગત મુજબ, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા આરોપી મનદીપ વાઘેલાએ સપ્ટેમ્બર 2022માં સેક્ટર-13 ખાતેથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. બાદમાં આરોપી સગીરાને અમદાવાદના ત્રાગડ ખાતે લઈ ગયો હતો. સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું 11 થી 18 સપ્ટેમ્બર 2022 દરમિયાન તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટ જજ એસ. વી. શર્મા સમક્ષ ચાલી જતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એસ. વ્યાસે દલીલો કરેલી કે, આરોપીએ માત્ર 17 વર્ષની માસૂમ દીકરી સાથે આવું જઘન્ય કૃત્ય આચરીને ગંભીર ગુનો કર્યો છે. સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ સમાજમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તો જ લોકોમાં કાયદાનો ડર પેદા થશે અને સમાજમાં એક સચોટ દાખલો બેસશે. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત માનવીય અભિગમ અપનાવી કોર્ટે ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
Read Original Article →