બે સાપના મિલનનો દુર્લભ નજારો કેમેરામાં કેદ, VIDEO:ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓના બંગલા પાછળ 6 ફૂટ લાંબા સાપ દેખાતા લોકોમાં ડરનો માહોલ

Gujarat6/6/2026, 2:50:11 PM
બે સાપના મિલનનો દુર્લભ નજારો કેમેરામાં કેદ, VIDEO:ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓના બંગલા પાછળ 6 ફૂટ લાંબા સાપ દેખાતા લોકોમાં ડરનો માહોલ
પાટનગર ગાંધીનગરના સેક્ટર-19માં રહેતા ઉચ્ચ અધિકારીના બંગલા પાછળ આજે પ્રકૃતિનો એક અદભૂત અને દુર્લભ નજારો જોવા મળ્યો હતો. બંગલાના પાછળના ભાગે આવેલી ઝાડીઓમાં આશરે છ ફૂટ લાંબા બે સાપ એકસાથે જોવા મળતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. એકબીજામાં ગૂંથાયેલા આ સાપના મિલનનો દુર્લભ વીડિયો પણ સામે આવ્યો છે. 6 ફૂટ લાંબા સાપ આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છવાયો ગાંધીનગરના પોશ ગણાતા સેક્ટર-19 વિસ્તારમાં આજે એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને સ્થાનિક રહીશોની આંખો પહોળી થઈ ગઈ હતી.એક ઉચ્ચ અધિકારીના બંગલા પાછળ ઝાડીઓમાં બે વિશાળકાય સાપને એકસાથે જોતા જ ત્યાં હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બંને સાપની લંબાઈ આશરે છ થી સાત ફૂટ જેટલી હતી. આટલી વિશાળ લંબાઈના બે સાપને આટલી નજીકથી જોવાનો અનુભવ લોકો માટે રોમાંચક અને થોડો ભયાનક હતો. આ અંગે જાણ થતાં જ જાણિતા સ્નેક કેચર પ્રદીપભાઈ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા.પરંતુ તેઓ પહોંચે તે પહેલા જ આ બંને સાપ ઝાડીઓમાં સળસળાટ કરતા અદ્રશ્ય થઈ ગયા હતા. સ્નેક કેચર દ્વારા લાંબી શોધખોળ કરવા છતાં બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ પ્રકારનું દૃશ્ય મેટિંગ દરમિયાન અથવા વર્ચસ્વની લડાઈ સમયે જોવા મળે- સ્નેક કેચર આ અંગે સ્નેક કેચર પ્રદીપભાઈ સોલંકીએ જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા બંને સાપ ઇન્ડિયન રેટ સ્નેક એટલે કે 'ધામણ' છે. આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. આ પ્રકારનું દ્રશ્ય કાં તો પ્રજનન કાળ દરમિયાન અથવા વિસ્તારના વર્ચસ્વ માટેની લડાઈ દરમિયાન જોવા મળે છે. કુદરતી વાતાવરણમાં આવો નજારો ભાગ્યે જ મનુષ્યોની નજરે પડતો હોય છે.જે આ ઘટનાને દુર્લભ બનાવે છે. વધુમાં તેમણે કહ્યુ કે, ધામણ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસવાટ કરતી એક ખૂબ જ ચપળ પ્રજાતિ છે. તેમને 'રેટ સ્નેક' એટલે કહેવામાં આવે છે કારણ કે ઉંદર તેમનો મુખ્ય આહાર છે. તેઓ ખેડૂતોના સાચા મિત્ર છે.કારણ કે ઉંદરનો શિકાર કરીને તેઓ પાકને થતા નુકસાનથી બચાવે છે. ધામણ અત્યંત ઝડપી ગતિ ધરાવતો સાપ છે અને સામાન્ય રીતે તે માનવીને જોઈને ભાગી જવાનું પસંદ કરે છે.પરંતુ તેને છેંછેડવા માં આવે તો તે આક્રમક થઈ શકે છે. જોકે હાલ તો સેક્ટર-19ના આ વિસ્તારમાં રહેતા લોકોમાં હવે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →