ગાંધીનગર મનપાની આવતીકાલે સ્થાયી સમિતિની બેઠક:રોડ, ડ્રેનેજ અને બ્યુટીફીકેશનના 200 કરોડથી વધુના 24 પ્રોજેક્ટ્સને લીલીઝંડી અપાશે

Gujarat5/21/2026, 2:22:39 PM
ગાંધીનગર મનપાની આવતીકાલે સ્થાયી સમિતિની બેઠક:રોડ, ડ્રેનેજ અને બ્યુટીફીકેશનના 200 કરોડથી વધુના 24 પ્રોજેક્ટ્સને લીલીઝંડી અપાશે
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 66મી બેઠક આવતીકાલે શુક્રવારે બપોરે સેક્ટર-17 સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે યોજાશે. જેમાં શહેરના રોડ, ડ્રેનેજ અને બ્યુટીફીકેશન સહિતના સર્વાંગી વિકાસ કામો માટે અંદાજિત રૂ. 200 કરોડથી વધુના ખર્ચની વિવિધ દરખાસ્તો અને ટેન્ડરો પર અંતિમ મહોર મારવામાં આવશે. રસ્તાના કામો માટે 68 કરોડના ટેન્ડરને મંજૂરી અપાશે આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો મુજબ વાવોલ, કોલાવડા, પેથાપુર, રાંધેજા તથા વિવિધ ટીપી સ્કીમોમાં રસ્તાના કામો માટે રૂ. 68.09 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત કોબા સર્કલથી તપોવન સર્કલ સુધીના સ્ટ્રીટ ડેવલપમેન્ટ માટે રૂ. 22.55 કરોડ અને વાવોલ ખાતે પાંચ આંબા તળાવના બ્યુટીફીકેશન માટે રૂ. 15.80 કરોડનું ટેન્ડર મંજૂરીના આરે છે. સેક્ટર-1થી 30ના એપ્રોચ રોડને ફોરલેન બનાવા 15 કરોડની ગ્રાન્ટ ફાળવાશે જ્યારે શહેરમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે સેક્ટર-1 થી 30 ના એપ્રોચ રોડને ફોરલેન કરી બ્યુટીફીકેશન કરવા રૂ. 15 કરોડની ગ્રાન્ટ ફાળવવાની સાથે રાંધેજા અને કોલાવડામાં વિવિધ ચોક ડેવલપમેન્ટ માટે રૂ. 6.72 કરોડનું ટેન્ડર પણ મંજૂર કરાશે. તો ડ્રેનેજ અને પર્યાવરણ લક્ષી કામગીરીના ભાગરૂપે પાલાજ વિસ્તારમાં સ્ટોર્મ વોટર નેટવર્ક માટે રૂ. 40.36 કરોડનું ટેન્ડર અને વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્કના ઓપરેશન તથા મેઈન્ટેનન્સ માટે રૂ. 3.02 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવશે. 50,000 કાપડની થેલી ખરીદવા 94 લાખ ખર્ચાશે એજ રીતે સેનીટેશન શાખાની જરૂરિયાત મુજબ 50,000 કાપડની થેલી ખરીદવા રૂ. 94.50 લાખ, પોર સ્મશાન નવીનીકરણ માટે રૂ. 46.26 લાખ અને મ્યુનિસિપલ શાળાઓ માટે 500 બેંચ ખરીદવા રૂ. 32.37 લાખના ટેન્ડરોને પણ મંજૂરી અપાશે. આ ઉપરાંત શહેરના રસ્તાઓ પર પેચ રિપેરવર્ક માટે રૂ. 83.29 લાખ અને કોર્પોરેશન માટે નવી શબવાહિની ખરીદવા રૂ. 22.77 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. ડ્રોન સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવા 1.25 કરોડનો ખર્ચ કરાશે અન્ય મહત્વના નિર્ણયોમાં ચોમાસા પૂર્વે રોગચાળાને નિયંત્રિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવા રૂ. 1.25 કરોડનો ખર્ચ અને સરગાસણ કુડાસણ ખાતે પાણીની લાઇન નાખવા માટે રૂ. 1.02 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવશે. આ સાથે પાલતુ શ્વાનની નોંધણી મુદ્દત 15 જુલાઈ 2026 સુધી લંબાવીને રજીસ્ટ્રેશન ફી રૂ. 250 નક્કી કરવાનો નિર્ણય લેવાશે. બાંધકામ સાઇટો પર લેબર કોલોનીમાં હંગામી ડ્રેનેજ કનેક્શન માટે રૂ. 50,000 ની નોન-રિફંડેબલ ડિપોઝીટ વસૂલવાની નીતિને પણ આ બેઠકમાં આખરી ઓપ આપવામાં આવશે. આમ કુલ 24 જેટલા વિવિધ વિષયો પર ચર્ચા કરી શહેરના વિકાસને નવી ગતિ આપવામાં આવશે.
Read Original Article →