ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સે 3800 ટેસ્ટિંગ કર્યા:600 કિલો શંકાસ્પદ ઘી અને 1100 કિલો આમચૂરનો જથ્થો જપ્ત, ભેળસેળિયાઓ સામે લાલ આંખ
ગાંધીનગરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે હાથ ધરાયેલી સઘન કામગીરીના આંકડા સામે આવ્યા છે. જે મુજબ વર્ષ 2025-26 દરમિયાન ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 3800થી વધુ ટેસ્ટિંગ કરીને શંકાસ્પદ ઘી અને આમચૂરનો લાખોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 3 ચુકાદાઓ ને 75 હજારનો દંડ ફટકારાયો
ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ડામવા માટે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ગાળામાં 10 એજ્યુડીકેટીંગ અને 7 ક્રિમિનલ કેસો દાખલ કરાયા છે. જેમાં 3 ચુકાદાઓ દ્વારા 75,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 600 કિલો શંકાસ્પદ ઘી અને 1100 કિલો આમચૂરનો જથ્થો સીઝ
આ કાર્યવાહી દરમિયાન 4.86 લાખની કિંમતનું 600 કિલો શંકાસ્પદ ઘી, 4.20 લાખનો અન્ય જથ્થો અને 66,000 રૂપિયાની કિંમતનું 1100 કિલો આમચૂર સીઝ કરવામાં આવ્યું છે. જેની ચકાસણીમાં 284 ફોર્મલ નમૂનાઓમાંથી 8 અને 547 સર્વેલન્સ નમૂનાઓમાંથી 31 નમૂનાઓ ફેલ જાહેર થયા છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સે 3800 ટેસ્ટિંગ કર્યા
ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા 3,839 જેટલા ઓન ધ સ્પોટ ટેસ્ટિંગનો રેકોર્ડ નોંધાયો છે. આ ઉપરાંત RUCO પ્રોજેક્ટ હેઠળ હોટલોમાંથી વપરાયેલું તેલ એકઠું કરીને બાયો-ડીઝલ બનાવવાની દિશામાં ક્રાંતિકારી પગલાં લેવાયા છે. આ કેમ્પસને ઇટ રાઇટ કેમ્પસ તરીકે ફાઇવ સ્ટાર રેટિંગ
શહેરના સેક્ટર-11 અને 21ના ખાણી-પીણી બજારોને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ સાથે IIT ગાંધીનગર, PDEU અને RRU જેવા કેમ્પસને ઇટ રાઇટ કેમ્પસ તરીકે ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે. તો સચિવાલયની કેન્ટીનોમાં પણ લો-સોલ્ટ, લો-શુગર અને લો-ઓઇલ (LSS) ખોરાકને પ્રોત્સાહન આપીને તંત્ર દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
Read Original Article →