ડીઝલ સંકટ સામે ગાંધીનગરમાં AAPનો વિરોધ:કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યાં, ઈંધણના ભાવ નીચા લાવવા મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Gujarat5/21/2026, 12:28:13 PM
ડીઝલ સંકટ સામે ગાંધીનગરમાં AAPનો વિરોધ:કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યાં, ઈંધણના ભાવ નીચા લાવવા મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ડીઝલની તીવ્ર અછતે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી કરી મૂકી છે. આ ગંભીર મુદ્દાઓને લઈને આજે આમ આદમી પાર્ટીના ગાંધીનગરના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. પ્લેકાર્ડ સાથે આપ કાર્યકરોના સૂત્રોચ્ચાર ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના એકમાત્ર કોર્પોરેટર તુષાર પરીખની આગેવાનીમાં કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે સૂત્રોચારો કર્યાં હતા. ગાંધીનગર કલેકટરને આવેદન આપી મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરી છે. આ આવેદનમાં જણાવાયું છે કે, ખેતીની મુખ્ય સીઝન સમયે જ ડીઝલની અછતના કારણે ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે. જેના પરિણામે ખેડૂતો વાવણી માટે ચિંતિત બન્યા છે. ખાતરમાં ભાવવધારો પરત ખેંચવાની માગ ખેડૂતો માટે ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલનો વિશેષ ક્વોટા અનામત રાખવાની અને ખાતરના ભાવમાં કરવામાં આવેલો તાજેતરનો વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરાઈ છે.રાજ્યની આર્થિક લાઈફલાઈન સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ડીઝલની અછતને કારણે ઠપ થઈ ગયો છે.જેનાથી હાઈવે પર માલવાહક વાહનો અટવાઈ પડ્યા છે અને સમયસર ડિલિવરી ન થવાથી ટ્રાન્સપોર્ટરોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 'કાળાબજારી રોકવા વિજિલન્સની તપાસ સિમિતની રચના કરો' આ સમસ્યાના ઉકેલ માટે તમામ હાઈવે પરના ઈંધણ સ્ટેશનો પર 24 કલાક ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરવામાં આવતો કથિત કાપ તથા સ્થાનિક સ્તરે થતી કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ સમિતિની રચના કરવાની માંગ આમ આદમી પાર્ટી ધ્વારા કરવામાં આવી છે. ઈંધણના ભાવ નીચા લાવવા માંગ વધુ આવેદનમાં જણાવ્યું છે કે, ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડામાં થયેલા વધારાને કારણે શાકભાજી, ખાદ્યતેલ અને દૂધ જેવી રોજિંદી જરૂરીયાતની ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર થઈ રહી છે. વધતી જતી મોંઘવારીને ડામવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વેલ્યુ એડેડ ટેક્સ અને સેસમાં ઘટાડો કરી ઈંધણના ભાવ નીચા લાવવા અને સંગ્રહખોરો દ્વારા ઉભી કરાતી કૃત્રિમ અછત પર લગામ કસવા દરેક જિલ્લા સ્તરે પ્રાઈસ કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવામાં નહીં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.
Read Original Article →