મોંઘા દાટ ઇંધણથી મુક્તિ મેળવવા ગાંધીનગરનો મિજાજ બદલાયો:ચાલુ વર્ષે 5 મહિનામાં જ EV વેચાણનો ગ્રાફ 35% ઉછળ્યો

Gujarat5/15/2026, 4:26:52 AM
મોંઘા દાટ ઇંધણથી મુક્તિ મેળવવા ગાંધીનગરનો મિજાજ બદલાયો:ચાલુ વર્ષે 5 મહિનામાં જ EV વેચાણનો ગ્રાફ 35% ઉછળ્યો
રશિયા-યુક્રેન સહિતની વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઈલની અફડાતફડી વચ્ચે ગાંધીનગરના વાહનચાલકોએ હવે સ્માર્ટ વિકલ્પ પસંદ કર્યો છે. પેટ્રોલ પંપ પરની લાંબી કતારો અને મોંઘા ઇંધણને તિલાંજલિ આપીને પાટનગરના લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) તરફ વળ્યા છે. વર્ષ 2026ના શરૂઆતના પાંચ મહિનામાં જ EVના ગ્રાફમાં 35%નો વધારો નોંધાયો છે. આંકડાની નજરે: EVનો વધતો ક્રેઝ ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે મહિનાના મધ્ય સુધીમાં જિલ્લામાં કુલ 28,070 નવા વાહનો રજિસ્ટર થયા છે, જેમાંથી 1,528 વાહનો માત્ર ઇલેક્ટ્રિક સેગમેન્ટના છે. 4 વર્ષમાં વિશ્વાસ બમણો થયો 2022માં કુલ વેચાણમાં EVનો હિસ્સો માત્ર 2.56% હતો, જે વર્ષ 2026માં વધીને 5.44% પર પહોંચી ગયો છે. એટલે કે દર વર્ષે ઇલેક્ટ્રિક વાહનોનો સ્વીકાર બમણી ઝડપે વધી રહ્યો છે. માત્ર ટુ-વ્હીલર જ નહીં, પણ હવે લક્ઝરી કાર સેગમેન્ટમાં પણ પ્યોર EV અને હાઈબ્રિડ મોડલ્સની એન્ટ્રી થતા લોકો બેટરી ટેકનોલોજી પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે. ગ્રીન એનર્જી તરફ પ્રયાણ વડાપ્રધાનના ગ્રીન એનર્જીના વિઝનને હવે જમીની સ્તરે વેગ મળી રહ્યો હોય તેવું દેખાય છે. મધ્યમ વર્ગ હવે પેટ્રોલના ખર્ચને બચાવવા EVને પ્રાધાન્ય આપી રહ્યો છે. 2025માં પણ 2,137 પ્યોર EV અને 782 હાઈબ્રિડ વાહનોની નોંધણી થઈ હતી, જે દર્શાવે છે કે હવે ઈંધણ સંચાલિત વાહનોનો જમાનો ધીમે ધીમે ઓસરી રહ્યો છે.
Read Original Article →