ગાંધીનગરમાં રફ્તારનો કહેર યથાવત:GCA એકેડમીમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરી પરત ફરતા ત્રણ ભાઈની રિક્ષાનો અલ્ટોએ કચ્ચરઘાણ વાળ્યો, એકની હાલત ગંભીર

Gujarat5/14/2026, 6:25:58 AM
ગાંધીનગરમાં રફ્તારનો કહેર યથાવત:GCA એકેડમીમાં ક્રિકેટ પ્રેક્ટિસ કરી પરત ફરતા ત્રણ ભાઈની રિક્ષાનો અલ્ટોએ કચ્ચરઘાણ વાળ્યો, એકની હાલત ગંભીર
ગાંધીનગરના માર્ગો પર બેફામ દોડતા વાહનો હવે નિર્દોષ બાળકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. સેક્ટર-9ની GCA ક્રિકેટ એકેડેમીમાં પરસેવો પાડીને ભવિષ્યના સ્ટાર બનવાના સપના આંખોમાં આંજીને પરત ફરી રહેલા આલમપુર ગામના ત્રણ પિતરાઈ ભાઈઓની રિક્ષાને સરિતા ઉદ્યાન પાસે એક કાળમુખી અલ્ટો કારે જોરદાર ટક્કર મારી છે.આ અકસ્માતમાં એક કિશોર જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેનિંગ પૂરી કરી રિક્ષામાં ઘરે પરત ફરતા હતા પ્રાપ્ત વિગતો અનુસાર આલમપુર ગામમાં રહેતા ભરતભાઈ પટેલનો પુત્ર ધ્યાન, તેનો ભાઈ વ્રજ અને પિતરાઈ ભાઈ આયુષ (ઉંમર આશરે 11 થી 14 વર્ષ) દરરોજની જેમ આજે સેક્ટર-9 GCA ક્રિકેટ એકેડેમીમાં ટ્રેનિંગ માટે ગયા હતા. ટ્રેનિંગ પૂરી કરીને તેઓ વિક્રમભાઈ રામાજી સોલંકીની રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા સરિતા ઉદ્યાન સામેના ચાર રસ્તાથી વળાંક લઈ રહી હતી. ત્યારે રોકેટ ગતિએ દોડતી કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણેય ભાઈઓ તેમજ રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ તુરંત 108ને જાણ કરી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં વ્રજની હાલત અત્યંત નાજુક હોવાની સાથે અન્ય બે ભાઈઓ અને રિક્ષાચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સરિતા ઉદ્યાન પાસેનો પટ્ટો વાહનચાલકો માટે ડેન્જર ઝોન આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન દ્વારા ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. સરિતા ઉદ્યાન પાસેનો આ પટ્ટો વાહનચાલકો માટે ડેન્જર ઝોન સાબિત થઈ રહ્યો છે. અહીં અગાઉ પણ અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. સ્પીડ બ્રેકરની વ્યવસ્થા કરવા માંગ સ્થાનિકોની માંગ છે કે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકરની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગમખ્વાર અકસ્માતો અટકાવી શકાય.હાલમાં અલ્ટો કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →