‘અત્યારે જે મકાનમાં રહો છો તે જમીન અમારી છે’:ગાંધીનગરમાં મકાન ખાલી કરવાના મામલે મહિલાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરાવનાર પિતા સહિત ત્રણ સંતાનોને 3 વર્ષની કેદ
ગાંધીનગરના પેથાપુર પોલીસ મથક વિસ્તારમાં મકાન ખાલી કરાવવા માટે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને એસિડ પી આપઘાત કરવા માટે મજબૂર કરવાના કેસમાં ગાંધીનગરના પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. એલ. રબારીની કોર્ટે આ ગુનામાં ચાર આરોપીઓને કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારી છે. ‘અત્યારે જે મકાનમાં રહો છો તે જમીન અમારી છે’
આ કેસની વિગત એવી છે કે, જૂન 2019માં પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ફરિયાદી શારદાબેન સોલંકી અને તેમના પરિવારને આરોપી હકમાજી મોડાજી મારવાડી અને તેની બે પુત્રી નર્મદાબેન , કમલાબેન તેમજ પુત્ર પ્રકાશે ગાળો ભાંડી ધમકાવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, તમે અત્યારે જે મકાનમાં રહો છો તે જમીન અમારી છે. ‘જાનથી મારી નાખવાની ધમકી આપી’
જેથી આ મકાન ખાલી કરીને બીજે ક્યાંક રહેવા ચાલ્યા જાઓ. આરોપીઓએ એટલેથી ન અટકતા એવી પણ ધમકી આપી હતી કે જો મકાન ખાલી કરવામાં નહીં આવે તો શારદાબેન અને તેમના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે.આ ધમકી અને ગાળાગાળીના કારણે શારદાબેન ભારે ગભરાઈ જઈ માનસિક દબાણમાં આવી ગયા હતા. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઈંગ ડિક્લેરેશન નોંધાયું હતું
આ ડરના કારણે ઘટનાના બે દિવસ પછી સવારના સમયે તેમણે પોતાના ઘરમાં રાખેલી એસિડની બોટલમાંથી એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું ડાઈંગ ડિક્લેરેશન પણ નોંધવામાં આવ્યું હતું. યોગ્ય તબીબી સારવાર મળતાં શારદાબેનનો જીવ બચી ગયો
સદનસીબે યોગ્ય તબીબી સારવાર મળતાં શારદાબેનનો જીવ બચી ગયો હતો.આ મામલે પેથાપુર પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને વર્ષ 2019થી ગાંધીનગરની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની જેલની સજા ફટકારતો હુકમ કર્યો
આ કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સુનીલ એસ. ચૌધરી હાજર રહ્યા હતા. તેમણે ફરિયાદી, સાક્ષીઓ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પંચો, ડૉક્ટર તેમજ પોલીસ અધિકારીની જુબાનીઓ અને દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. સરકારી વકીલ ચૌધરીએ કોર્ટમાં ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરીને ગુનાની ગંભીરતા સમજાવી આરોપીઓને કડક સજા કરવાની માગ કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ઉક્ત આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની જેલની સજા ફટકારતો હુકમ કર્યો છે.
Read Original Article →