સેક્ટર-28માંથી 14 વર્ષનો કિશોર રહસ્યમય રીતે લાપતા:ભાઇ બહેનને સ્કૂલે મુક્યા પછી અપહરણની આશંકા સાથે પિતાએ ફરિયાદ નોંધાવી
ગાંધીનગરના આદિવાડા વિસ્તારમાં રહેતા અને કટલરીનો વ્યવસાય કરતા એક શ્રમિક પરિવારનો 14 વર્ષનો પુત્ર નાના ભાઈ બહેનને શાળાએ મૂકવા ગયા પછી પરત ફરતા સમયે રહસ્યમય રીતે ગુમ થતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ મામલે પિતાએ સેક્ટર-28ની સ્કૂલ પાસે કોઈ અજાણ્યો શખ્સ પુત્રને લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીર તેના ભાઈ-બહેનને સ્કૂલે મુકવા ગયો હતો
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગાંધીનગરના આદિવાડામાં રહેતા અખિલેશકુમાર રાઠોડના જણાવ્યા અનુસાર, તેમનો 14 વર્ષ અને 6 માસનો પુત્ર ગત 2 એપ્રિલના રોજ સવારે સાત વાગે સાયકલ લઈને તેના નાના ભાઈ બહેનોને સેક્ટર-28ની હિન્દી મીડિયમ સ્કૂલમાં મૂકવા માટે ગયો હતો. મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારે શોધખોળ કરી'તી
સામાન્ય રીતે તે ભાઈબહેનોને સ્કૂલે ઉતારીને કલાકમાં ઘરે પરત આવી જતો હોય છે.પરંતુ તે દિવસે મોડે સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાદમાં શાળાના શિક્ષકનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે કિશોર શાળાએથી તરત જ ઘર તરફ જવા રવાના થઈ ગયો હતો.જોકે તે ઘરે પહોંચ્યો ન હતો. લીલા રંગનું ટી-શર્ટ અને ડાર્ક ગ્રીન પેન્ટ પહેર્યું હતું, અપહરણનો ગુનો નોંધાયો
જેના પગલે પરિવારજનોએ સેક્ટર-28 અને 24ના વિસ્તારો સહિત મિત્ર વર્તુળ અને વતનમાં પણ તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થતી વખતે કિશોરે આખી બાયનું લીલા રંગનું ટી-શર્ટ અને ડાર્ક ગ્રીન પેન્ટ પહેરેલું હતું. તેમજ તેને આંખના નંબર હોવાથી તે કાયમી ચશ્મા પહેરે છે. કિશોર ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવે છે. આ અંગે સેક્ટર-21 પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →