સેમિકંડકટર ઉદ્યોગ માટે ધોલેરામાં જ તૈયાર થશે સ્કિલ્ડ વર્કર્સ:ટાટા IIS દ્વારા ITIમાં દોઢ મહિનાનો ખાસ પ્રોગ્રામ, સ્ટાઈપેન્ડ સાથે 100% સ્કોલરશીપ; કોણ અરજી કરી શકે?

Gujarat5/19/2026, 10:21:16 AM
સેમિકંડકટર ઉદ્યોગ માટે ધોલેરામાં જ તૈયાર થશે સ્કિલ્ડ વર્કર્સ:ટાટા IIS દ્વારા ITIમાં દોઢ મહિનાનો ખાસ પ્રોગ્રામ, સ્ટાઈપેન્ડ સાથે 100% સ્કોલરશીપ; કોણ અરજી કરી શકે?
દેશમાં ગુજરાત અને ગુજરાતમાં સાણંદ અને ધોલેરા સેમિકન્ડકટર હબ બનવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં હજારોની સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન થવાનું છે. ત્યારે સેમિકન્ડકટર માટે ઘરઆંગણે જ સ્કિલ્ડ વર્કર્સ તૈયાર કરવા માટે ધોલેરા ITIમાં ટાટા IIS દ્વારા શરૂ ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ‘UHP (અલ્ટ્રા હાઇ પ્યુરિટી) સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની પ્રથમ બેચના 16 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસઆઉટ થયા છે. આ તાલીમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ધોલેરામાં ઉભા થઈ રહેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં સીધી રોજગારીની તક મળે તે માટે તેમની વિગતો ઉદ્યોગોને સોંપવામાં આવી છે. પ્રથમ બેચ પૂર્ણ થયા બાદ હવે બીજી બેચની તાલીમ પણ શરૂ થઈ ગઈ છે. કોઈપણ ટ્રેડમાંથી પાસ થયેલા ITI વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અરજી કરી શકે છે અને ઉમેદવારોની પસંદગી Tata IIS દ્વારા કરવામાં આવે છે. કોર્સ પૂર્ણ કરનાર તાલીમાર્થીને સેમિ કન્ડકટર ઉદ્યોગમાં નોકરીની તક આ કોર્સને દેશ માટે અનોખો પ્રયોગ માનવામાં આવી રહ્યો છે. કારણ કે પહેલીવાર કોઈ ITIમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી ક્લીનરૂમ આધારિત તાલીમ સુવિધા ઉભી કરાઈ છે અને તેને સીધી રીતે કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ સાથે જોડવામાં આવી છે. રાજ્ય સરકાર, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (Tata IIS)ના સહયોગથી આ તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ફેબ્સ, EPC કોન્ટ્રાક્ટર્સ તેમજ હાઇ-પ્યુરિટી ગેસ ડિલિવરી અને પાઇપિંગ સિસ્ટમ્સ જેવા એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં નોકરીની તક મળશે. 6 અઠવાડિયાની તાલીમ, 70% પ્રેક્ટિકલ લર્નિંગ આ કોર્સ કુલ છ અઠવાડિયાનો છે. જેમાં અમદાવાદ સ્થિત IISમાં બે અઠવાડિયાની પ્રાથમિક તાલીમ અને ત્યારબાદ ITI ધોલેરાની ક્લીનરૂમ સુવિધામાં ચાર અઠવાડિયાની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને નીચેના ક્ષેત્રોમાં વિશેષ તાલીમ અપાય છે: ક્લીનરૂમ પ્રોટોકોલ ઓર્બિટલ વેલ્ડિંગ IR ફ્યુઝન વેલ્ડિંગ લીક ટેસ્ટિંગ અને પ્રેશર ટેસ્ટિંગ ગુણવત્તા ચકાસણી (Quality Inspection) ટેક્નિકલ ડોક્યુમેન્ટેશન તાલીમનો લગભગ 70 ટકા ભાગ હેન્ડ્સ-ઓન પ્રેક્ટિકલ પર આધારિત છે. ITIમાં જ સેમિકન્ડક્ટર કંપની જેવો અનુભવ ધોલેરાની ITIમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ISO ક્લાસ-1 લાખ સ્ટાન્ડર્ડવાળી કન્ટેનરાઇઝ્ડ ક્લીનરૂમ સુવિધા ઉભી કરાઈ છે. આ લેબમાં ઓર્બિટલ વેલ્ડિંગ મશીન, હિલિયમ લીક ટેસ્ટિંગ સિસ્ટમ, એર શાવર, એર લૉક સહિત આધુનિક સાધનો ઉપલબ્ધ છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અહીં તાલીમ લેતા યુવાઓને એવું અનુભવાય છે જાણે તેઓ સીધા સેમિકન્ડક્ટર કંપનીમાં કામ કરી રહ્યા હોય. જેના કારણે ઉદ્યોગમાં જોડાયા બાદ અલગથી ટ્રેનિંગની જરૂર ઓછી પડે છે. સરકાર પર ખર્ચ નહીં, કંપનીએ ઊભી કરી સુવિધા ક્લીનરૂમ અને તાલીમ માટેનું સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. તેના માટે ગુજરાત સરકાર અથવા ITI પર કોઈ મૂડી ખર્ચનો બોજો નથી. ગુજરાત પાસે દેશની 40% સેમિકન્ડક્ટર ક્ષમતા રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતે ભારતની કુલ મંજૂર સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતામાં આશરે 40 ટકા હિસ્સો મેળવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી અંદાજે રૂ.1.25 લાખ કરોડનું રોકાણ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આવ્યું છે. ધોલેરા અને સાણંદ જેવા વિસ્તારોમાં ઉભા થઈ રહેલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને સરકાર સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકી રહી છે જેથી ઉદ્યોગોને સ્થાનિક સ્તરે કુશળ માનવબળ મળી રહે. ટાટા IIS દ્વારા UHP વેલ્ડિંગ ટ્રેનિંગ, સ્ટાઇપેન્ડ સાથે 100% સ્કોલરશિપ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ITI વિદ્યાર્થીઓ અને પાસઆઉટ માટે મોટી તક સામે આવી છે. ટાટા IIS દ્વારા UHP (Ultra High Purity) Welding Training Programme શરૂ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓને ઓર્બિટલ વેલ્ડિંગ (Orbital Welding) અને IR ફ્યુઝન વેલ્ડિંગ (IR Fusion Welding) જેવી હાઈ-ડિમાન્ડ ટેક્નિકલ સ્કિલ્સ શીખવવામાં આવશે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રી ગ્રેડ મશીનો પર પ્રેક્ટિકલ તાલીમ અને ક્લીનરૂમ સેટઅપમાં હેન્ડ્સ-ઓન અનુભવ પણ આપવામાં આવશે. પ્રોગ્રામ પૂર્ણ કરનાર ઉમેદવારોને ગ્લોબલ OEM દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. સાથે જ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ ₹15,000નું સ્ટાઇપેન્ડ પણ મળશે. ખાસ વાત એ છે કે કોર્સ ફી માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 100 ટકા સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. અમદાવાદ સ્થિત IIS ખાતે તાલીમ દરમિયાન રહેવાની વ્યવસ્થા પણ પ્રાયોજિત કરવામાં આવશે. પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો પ્રોગ્રામ ઓફિસર ઓમસિંહ (Tata IIS) – 9587097821 પર સંપર્ક કરી શકે છે. તાલીમ બે તબક્કામાં થશે ટ્રેનિંગ પ્રોગ્રામ કુલ 6 સપ્તાહનો રહેશે પ્રિપેરેટરી વેલ્ડિંગ ટ્રેનિંગ: IIS અમદાવાદ ખાતે 2 સપ્તાહ એડવાન્સ્ડ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ: ITI ધોલેરા ખાતે 4 સપ્તાહ દરેક બેચમાં માત્ર 16 ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવશે, જેથી મર્યાદિત બેઠકોને કારણે સ્પર્ધા વધી શકે છે. કોણ અરજી કરી શકે? આ પ્રોગ્રામ માટે નીચેના ઉમેદવારો અરજી કરી શકશે: ITI અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ITI પાસઆઉટ ઉમેદવારો ટ્રેનિંગ સંપૂર્ણપણે ફુલ-ટાઈમ પ્રેક્ટિકલ મોડમાં યોજાશે. ધોલેરા બની રહ્યું છે સેમિકન્ડક્ટર હબ ધોલેરા વિસ્તાર ઝડપથી ભારતના ઉદ્ભવતા સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસી રહ્યો છે. આવી તાલીમ દ્વારા સ્થાનિક યુવાનોને વૈશ્વિક સ્તરના ઉદ્યોગોમાં રોજગારી માટે તૈયાર કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
Read Original Article →