મહિલા વ્યાજખોરે મહિલા પાસેથી 40 હજારની સામે 10% વ્યાજ વસૂલ્યું:દહેગામમાં તોય 4.50 લાખનો ઉઘરાણી કાઢી ચેક રિટર્નનો કેસ કર્યો

Gujarat6/10/2026, 6:43:08 AM
મહિલા વ્યાજખોરે મહિલા પાસેથી 40 હજારની સામે 10% વ્યાજ વસૂલ્યું:દહેગામમાં તોય 4.50 લાખનો ઉઘરાણી કાઢી ચેક રિટર્નનો કેસ કર્યો
દહેગામમાં મહિલા વ્યાજખોરે પાડોશી મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી હાથ ઉછીના આપેલા 40 હજારની રકમ સામે દર મહિને 10 ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલીને વધુ 4.50 લાખની ઉઘરાણી માટે સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ દાખલ કરી માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરી દેવામાં આવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પાડોશી મહિલાએ પાસેથી 40 હજારની સામે 10% વ્યાજ વસૂલ્યું દહેગામ સાન્વી રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા કૃપાબેન રૂપેશભાઈ દલવાડી જેતે વખતે પાડોશમાં રહેતા દીપીકાબેન પંકજકુમાર ભટ્ટને (હાલ રહે.મધુવન સોસાયટી, મકાન નંબર-156, દહેગામ) છેલ્લા ચાર વર્ષથી ઓળખે છે. વર્ષ 2023મા પૈસાની જરૃર પડતા કૃપાબેનને 40 હજાર હાથ ઉછીના આપી બે કોરા ચેક સિકયુરિટી પેટે દિપીકાબેને લઈ લીધા હતા. 1.20 લાખ લઈ લીધા ને ચેક પરત ના કર્યા જેનું 10 ટકા લેખે દર મહિને ચાર હજાર વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે નવ મહિના સુધી ચાર હજાર વ્યાજ ચૂકવ્યા પછી કૃપાબેનવ્યાજ ભરવામાં અસમર્થ બન્યા હતા. ત્યારે દિપીકાબેને અગાઉના વ્યાજ અને મુદ્દલ મળીને કુલ 1.20 લાખની માંગણી કરી હતી. જે રકમ મેળવવા માટે કૃપાબેનને વિવિધ ત્રણ બેંકોમાંથી લોન લેવાની ફરજ પાડી 1.20 લાખ લઈ લીધા હતા. તેમ છતા ચેક પરત કર્યાં ન હતા. 4.50 લાખનો ઉઘરાણી કાઢી ચેક રિટર્નનો કેસ કર્યો જે ચેકના આધારે દિપીકાબેને ફરીથી 4.50 લાખની માંગણી કરી હતી. આ સાંભળી કૃપાબેન મુશ્કેલીમાં મુકાઈ હતા. જેમણે ઘણી વિનંતી કરી છતાં દિપીકાબેને સિક્યોરિટી તરીકે રાખેલો ચેક બેંકમાં નાખીને બાઉન્સ કરાવી દીધો હતો અને 138 મુજબની નોટીસ પાઠવી જીવન જીવવું મુશ્કેલ કરી નાખી પરિવારને પાયમાલ કરી દીધો હતો. આખરે કંટાળીને અંતે કૃપાબેને દહેગામ પોલીસ સ્ટેશનમાં દીપીકાબેન પંકજકુમાર ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →