ડભોડામાં જુગાર રમતા ચાર ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી, 50 હજારનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/15/2026, 9:33:55 AM
ડભોડામાં જુગાર રમતા ચાર ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી, 50 હજારનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરના ગ્રામ્ય પંથકમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડભોડા ગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ડભોડામાં LCBના દરોડા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ જડમૂળથી ઉખેડી નાખવા માટેના આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ડભોડા ગામના કુંડીવાળા વાસમાં કેટલાક શખસો જાહેરમાં પત્તાનો જુગાર રમી રહ્યા છે.જેના પગલે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા દિનેશ ઠાકોર, કેશાજી મકવાણા, મુકેશ ઠાકોર અને પરેશ ઠાકોરને ઝડપી લીધા હતા. 40 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત આ અંગે એલસીબી પીઆઇ ડી.બી.વાળાએ કહ્યું કે,આ ચારેય શખસો ડભોડા ગામના જ જુદા જુદા વિસ્તારમાં રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમની પાસેથી 40 હજાર રોકડા તેમજ રુપિયા 10 હજારનો કિંમતનો એક મોબાઈલ ફોન અને ગંજીપાના મળીને કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ડભોડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
Read Original Article →