ચોમાસું, ખેડૂતો અને કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દે આજે કેબિનેટ બેઠક:CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, PM મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમોની પણ ચર્ચા થશે

Gujarat5/27/2026, 5:04:10 AM
ચોમાસું, ખેડૂતો અને કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દે આજે કેબિનેટ બેઠક:CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, PM મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમોની પણ ચર્ચા થશે
રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર છે. રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. ચોમાસુ, પાણી, સિંચાઈ, ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરાશે માહિતી મુજબ, બેઠકમાં રાજ્યમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠો, સિંચાઈ વ્યવસ્થા અને ખેડૂતો માટેની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થશે. ઉપરાંત ખેતીને લગતા વહીવટી આયોજન અને રાહત પગલાં અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. PM મોદીના શાસનના 12 વર્ષ નિમિતે યોજાનારા કાર્યક્રમોની ચર્ચા થશે આ ઉપરાંત રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, આરોગ્ય વિભાગની કામગીરી, વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ તેમજ મહત્વના વહીવટી નિર્ણયો પણ બેઠકના એજન્ડામાં સામેલ રહેશે. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Read Original Article →