AAPનો સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડીનો આક્ષેપ:‘જેટલો પાક તેટલી ખરીદી’ના વચનથી સરકાર ફરી, હવે 100 મણ બાજરી અને 75 મણ મકાઈની મર્યાદા!

Gujarat6/4/2026, 7:03:32 AM
AAPનો સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડીનો આક્ષેપ:‘જેટલો પાક તેટલી ખરીદી’ના વચનથી સરકાર ફરી, હવે 100 મણ બાજરી અને 75 મણ મકાઈની મર્યાદા!
ટેકાના ભાવે બાજરી અને મકાઈની ખરીદી મામલે રાજ્ય સરકાર સામે આમ આદમી પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. AAPના OBC સેલના પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે આરોપ લગાવ્યો છે કે સરકારે શરૂઆતમાં ખેડૂતોનો સમગ્ર પાક ખરીદવાનો દાવો કર્યો હતો, પરંતુ હવે ખરીદી પર મર્યાદા મૂકી ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. પિયુષ પરમારે જણાવ્યું કે સરકાર દ્વારા અગાઉ ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે ઉત્પાદન થયેલો તમામ પાક ટેકાના ભાવે ખરીદવામાં આવશે અને તે માટે ખરીદી કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હવે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ માત્ર 100 મણ બાજરી અને 75 મણ મકાઈ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ‘આ નિર્ણયને કારણે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોમાં નિરાશા અને અસંતોષ’ તેમણે આક્ષેપ કર્યો કે સરકાર પહેલાં ખેડૂતોના નામે વાહવાહી મેળવે છે અને બાદમાં તેમના હકો પર કાપ મૂકે છે. આ નિર્ણયને કારણે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોમાં નિરાશા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક ખેડૂતો માટે હવે પાકનો કેટલો જથ્થો સરકારને વેચવો અને કેટલો ખુલ્લા બજારમાં વેચવો તે મોટો પ્રશ્ન બની ગયો છે. AAP નેતાએ વધુમાં જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચ અને ખેતીના વધી રહેલા ખર્ચ વચ્ચે ખેડૂતો પહેલેથી જ આર્થિક દબાણમાં છે. આવા સમયે ખરીદીની મર્યાદા નક્કી કરવાથી ખેડૂતોને નુકસાન થશે અને તેમને યોગ્ય વળતર નહીં મળે. પિયુષ પરમારે સરકારના નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ઉભી છે અને ખેડૂતોના હિત માટે લડત આપશે. તેમણે રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનોને પણ એકજૂથ થઈ ખેડૂતોના હક્ક માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. AAPના મુખ્ય આક્ષેપો આ મુદ્દે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
Read Original Article →