અંબાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:ગાંધીનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દહેગામમાં મા અંબાની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરાયું
દહેગામ પોલીસ સ્ટેશન પરિસરમાં નવનિર્મિત મંદિરમાં શ્રી અંબાજી માતાજીની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ 14 અને 15મે, 2026દરમિયાન યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે આજે ગુરુવાર, 14 મેના રોજ સવારે 8:45 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો ત્યારબાદ સવારે 10 વાગ્યે શોભાયાત્રા યોજાશે. રાત્રે 8 વાગ્યે રાસ-ગરબાનું આયોજન કરાયું છે. મહોત્સવના બીજા દિવસે, શુક્રવાર, 15મેના રોજ બપોરે 12:05 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. સાંજે 4:05 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ અને 4:35 કલાકે મહાઆરતીનું આયોજન છે. રાત્રે 7:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. ગાંધીનગર જિલ્લા પોલીસ પરિવારે સર્વે ભાવિક ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
Read Original Article →