ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા દ્વારકામાં માંગ:ઓખામંડળના ટ્રસ્ટીઓ 7 મેના રોજ સરકારને રજૂઆત કરશે
દ્વારકામાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે. આ મુદ્દે ઓખામંડળની ગૌશાળાઓના ટ્રસ્ટીઓ અને ગૌભક્તોએ દ્વારકા સ્થિત દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ વર્ષો જૂની માંગને લોકચળવળનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવાયો. આ ચળવળને વેગ આપવા માટે આગામી 7 મેના રોજ ઓખામંડળના ગૌસેવકો અને ટ્રસ્ટીઓનું એક મોટું પ્રતિનિધિમંડળ પ્રાંત અધિકારીની કચેરીએ જશે. ત્યાં તેઓ સરકાર સમક્ષ ગૌભક્તોની લાગણીઓ પહોંચાડવા માટે સત્તાવાર આવેદનપત્ર સુપરત કરશે. બેઠકમાં ઉપસ્થિત ગૌભક્તોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાય માતાનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે. ગૌસેવકોને આશા છે કે દ્વારકાની પવિત્ર ભૂમિ પરથી ઉઠેલો આ અવાજ સમગ્ર દેશમાં ગૌ-રક્ષા અને ગૌ-સન્માન માટે નવો માર્ગ પ્રશસ્ત કરશે.
Read Original Article →