ભક્તિના રંગે રંગાયા ટીવીના 'કૃષ્ણ' અને 'દુર્યોધન':સૌરભ જૈન અને અર્પિત રાંકાએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા

Gujarat5/12/2026, 4:27:05 AM
ભક્તિના રંગે રંગાયા ટીવીના 'કૃષ્ણ' અને 'દુર્યોધન':સૌરભ જૈન અને અર્પિત રાંકાએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પવિત્ર નાગેશ્વર મહાદેવ મંદિરે ટીવી જગતના જાણીતા કલાકારો અર્પિત રાંકા અને સૌરભ રાજ જૈન પોતાના પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા. અર્પિત રાંકા 'કંસ', 'રાવણ' અને 'દુર્યોધન' જેવા પાત્રો માટે જાણીતા છે, જ્યારે સૌરભ રાજ જૈન 'કૃષ્ણ' અને 'શિવ'ના પાત્રોથી લોકપ્રિય બન્યા છે. મંદિરે પહોંચ્યા બાદ કલાકારોએ ભોલેનાથના દર્શન કર્યા હતા. તેમણે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી અને દેશ-વિશ્વમાં શાંતિ, સુખ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સ્થાન ધરાવતા નાગેશ્વર મહાદેવના શિવલિંગ સમક્ષ માથું નમાવી તેમણે ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરમાં સેવારત પૂજારી ગિરધરભારતીએ કલાકાર પરિવારને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. કલાકારોના મતે, નાગેશ્વર મહાદેવના દર્શનથી તેમને જે સકારાત્મક ઊર્જા અને શક્તિ મળી છે, તે તેમને જીવનમાં અને કરિયરમાં વધુ ઉત્સાહથી કામ કરવા માટે પ્રેરણા આપશે.
Read Original Article →