ઉમંગ ટીમે મીઠાપુરમાં મહિલા બોક્સ ક્રિકેટમાં હેટ્રિક વિજય મેળવ્યો:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત સ્પર્ધામાં 10 ટીમોએ ભાગ લીધો
મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા મહિલાઓ માટે આયોજિત બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં ઉમંગ ટીમે વિજય મેળવી હેટ્રિક નોંધાવી છે. આ સ્પર્ધામાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો.મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા દ્વારા આ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમ ઉમંગને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.ઉમંગ ટીમે સતત ત્રીજા વર્ષે આ સ્પર્ધા જીતીને હેટ્રિક નોંધાવી છે. આ ટીમમાં અંજલીબેન પાટીલ, આરતીબેન સામાણી, સીમાબેન ધોકાય, સંગીતા કામળ અને કામિનીબેન નાયર જેવી મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ ઘર અને રમતગમત બંને ક્ષેત્રે સક્રિય રહે છે.
Read Original Article →