યાત્રાધામ દ્વારકામાં ગટર ઉભરાઈ:અધિક માસમાં ભક્તોની ભીડ વચ્ચે ગંદા પાણીની દુર્ગંધ, શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ
યાત્રાધામ દ્વારકામાં હાલ અધિક માસ નિમિત્તે કૃષ્ણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ચારધામ પૈકીના એક એવા મોક્ષપુરી દ્વારકામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે જગત મંદિર તરફ જતા મુખ્ય માર્ગ એવા સ્વર્ગદ્વાર રોડ પર ગટરના પાણી છલકાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય મંદિર જવાના મુખ્ય રસ્તા પર જ ગટરના ગંદા પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. દર્શનના હેતુથી આવેલા અનેક ભક્તોએ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. પવિત્ર માસ દરમિયાન યાત્રાધામની આવી સ્થિતિ જોઈને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો સ્થાનિક રહેવાસીઓ અને બહારથી આવેલા પ્રવાસીઓએ સફાઈ તેમજ ગટર વ્યવસ્થાના અભાવે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. લોકોનો આક્ષેપ કર્યા છે. ભારે ભીડની પૂર્વ જાણ હોવા છતાં તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી નથી. ગટરની લાઈનો જામ હોવાને કારણે વારંવાર પાણી રોડ પર આવી જાય છે. યાત્રાધામની ગરિમા જળવાય તે માટે સ્વચ્છતાના માપદંડો જળવાતા નથી. કાયમી નિરાકરણની માંગ ભક્તો અને સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે નારાજગી દર્શાવીને માંગ કરી છે કે આ સમસ્યાનું માત્ર ટૂંકા ગાળાનું નહીં, પરંતુ કાયમી નિરાકરણ લાવવામાં આવે. આગામી દિવસોમાં ભીડ હજુ વધવાની શક્યતા છે, ત્યારે તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે.
Read Original Article →