દ્વારકા જિલ્લા પંચાયત ભાજપ મેન્ડેટ જાહેર:ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા નામો રજૂ કરાયા
દ્વારકા જિલ્લા પંચાયત માટે ભાજપના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા આ નામોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ, મીઠાપુર જિલ્લા પંચાયત બેઠક પર ઉદયસિંહ વનરાજભાને ટિકિટ આપવામાં આવી છે. વડવાળા બેઠક પર નયાણી રૂપાબેન લખનભાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે બરડીયા બેઠક પર હાથિયા ગોરીબેન જેઠાભાઇને મેન્ડેટ મળ્યો છે.
Read Original Article →