દ્વારકામાં 8 થી 14 એપ્રિલ ભાગવત કથા:જગદ્ગુરુના આશીર્વાદથી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે

Gujarat4/7/2026, 11:51:22 AM
દ્વારકામાં 8 થી 14 એપ્રિલ ભાગવત કથા:જગદ્ગુરુના આશીર્વાદથી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે
દ્વારકાની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે. આ કથા 8 એપ્રિલથી 14 એપ્રિલ, 2025 દરમિયાન યોજાશે. આ જ્ઞાનયજ્ઞ શ્રી શંકરાચાર્ય આશ્રમ, શ્રી શારદાપીઠ મઠ ખાતે દરરોજ બપોરે 4 થી 7 વાગ્યા સુધી ચાલશે. જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના પરમ પ્રિય શિષ્ય પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથા વ્યાસ તરીકે બિરાજશે. તેઓ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સચોટ રસપાન કરાવી શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કરશે. આ કથા દ્વારા સમગ્ર દ્વારકા નગરીમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થશે. શારદાપીઠ પરિવારે તમામ સનાતનધર્માનુરાગી અને ધર્મપ્રેમી જનતાને આ પાવન જ્ઞાનયજ્ઞમાં પધારી કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
Read Original Article →