ભાજપે દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા

Gujarat4/12/2026, 1:42:13 PM
ભાજપે દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ પવિત્ર દ્વારકા ધામથી કરવામાં આવ્યો છે. જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ચૂંટણી પ્રચાર અભિયાનનો શુભારંભ કરતા પહેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ દ્વારકાધીશના સાનિધ્યમાં જીત માટે પ્રાર્થના કરી હતી. આ પ્રચાર ધાર્મિક ભાવના સાથે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે દેવભૂમિ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, પ્રભારી પુનિતભાઈ શર્મા તેમજ સંદીપભાઈ પબુભા માણેક સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →