LCB એ ભોપલકા ગામેથી 220 બોટલ દારૂ ઝડપ્યો:ચૂંટણી પહેલાં ₹44,590ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયો

Gujarat4/11/2026, 9:04:53 AM
LCB એ ભોપલકા ગામેથી 220 બોટલ દારૂ ઝડપ્યો:ચૂંટણી પહેલાં ₹44,590ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, LCB ટીમે કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે દરોડો પાડી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, PSI બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે ભોપલકા ગામે વિજયસિંહ હરીસિંહ જાડેજા (ઉંમર 36)ના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, તેના કબજામાંથી 180 MLની 220 બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹34,590ની કિંમતનો દારૂ અને ₹10,000નો મોબાઇલ ફોન મળી કુલ ₹44,590નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →